પાકિસ્તાની અદાલતમાં 26/11ના પુરાવાઓ રજૂ, ભારતે કર્યું સ્વાગત

વિદેશમંત્રી સલમાન ખુર્શીદે કહ્યું કે તપાસમાં એજન્સીએ અદાલતમાં જે પુરાવાઓ રજૂ કર્યા છે, તેનું સ્વાગત છે. એ સારી વાત છે કે એ અંગે મીડિયાને જણાવવામાં આવી રહ્યું છે.
એફઆઇએએ સિંઘ પ્રાન્તમાં લશ્કર એ તૈયબાના પ્રશિક્ષણ કેન્દ્રો અને એ મોટરબોટની તસવીરો અદાલતમાં રજૂ કરી છે. જેનો ઉપયોગ 26 નવેમ્બર, 2008ના મુંબઇ હુમલામાં કરવા માટે આંતકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
ખુર્શીદે જો કે એમ પણ કહ્યું કે પુરાવાઓનો પાકિસ્તાનની અદાલત દ્વારા સ્વિકાર કરવા અને તેના આધારે હુમલા માટે જવાબદાર લોકોને દોષી ઠેરવવામાં આવ્યા પછી રાહત અને સંતોષ મળશે.












Click it and Unblock the Notifications
