For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને કોરોના વાયરસની વેક્સીન સપ્લાય કરશે ભારત

કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલ પાકિસ્તાનને ભારત કોરોના વાયરસ વેક્સીનની સપ્લાય કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલ પાકિસ્તાનને ભારત કોરોના વાયરસ વેક્સીનની સપ્લાય કરશે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે ભારતમાં મેઈડ ઈન ઈન્ડિયા કોવિડ-19 વેક્સીનને કોવેક્સ સંધિ હેઠળ પાકિસ્તાનને સપ્લાય કરશે. તમને જણાવી દઈએ કે કોવેક્સ દુનિયાભરમાં રસીના પુરવઠા માટે બનાવવામાં આવેલ એક વૈશ્વિક ગઠબંધન છે.

covid

ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ કોવેક્સ સુવિધા હેઠળ પાકિસ્તાનને ભારત નિર્મિત વેક્સીન પૂરી પાડવામાં આવશે. સમાચારમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનને વેક્સીનની કેટલી માત્રા આપવામાં આવશે તે હાલમાં જાણી શકાયુ નથી. સૂત્રોએ એ પણ જણાવ્યુ કે આ વેક્સીનને ભારતથી સીધી પાકિસ્તાન પહોંચાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના ડ્રગ રેગ્યુલેટર, ડ્રગ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ પાકિસ્તાને ઑક્સફૉર્ડ દ્વારા નિર્મિત એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. આ કોરોનાની પહેલી વેક્સીન હતી જેને મંજૂરી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી કમસે કમ 65 દેશોને ત્રણ શ્રમિકોમાં કોવેક્સ સંધિ હેઠળ નિઃશુલ્ક અને વાણિજ્યિક વેચાણના માધ્યમથી વેક્સીનની આપૂર્તિ કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અત્યાર સુધી 579.19 લાખ વેક્સીનની સપ્લાઈ કરી ચૂક્યુ છે જેમાં 163 લાખ વેક્સીનને કોવેક્સ સહયોગ હેઠળ સપ્લાઈ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત 77 લાખ વેક્સીનને અનુદાન હેઠળ અને 338 લાખ વેક્સીનને વાણિજ્યિક સોદા હેઠળ સપ્લાઈ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યુ કે વેક્સીનનો સૌથી વધુ(90 લાખ) ડોઝ બાંગ્લાદેશનને આપવામાં આવ્યો છે.

ફ્લાઈટમાં બધાની સામે કપડા કાઢવા લાગી 39 વર્ષીય મહિલાફ્લાઈટમાં બધાની સામે કપડા કાઢવા લાગી 39 વર્ષીય મહિલા

<center><div data-album-id=" title="

" />

English summary
India will supply Corona virus vaccine to Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X