For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિશનગંગા પ્રોજેક્ટ: આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાક. સામે ભારતનો વિજય

|
Google Oneindia Gujarati News

kishan ganga
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય લવાદી કોર્ટે કિશનગંગા જળવિદ્યુત પરિયોજનામાં પાણીના વહેણને બદલવાના ભારતના અધિકારને યથાવત રાખ્યો છે. 3,600 કરોડના ખર્ચે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવક્તાએ જણાવ્યું કે હેગ સ્થિત લવાદી અદાલતના નિર્ણયે કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાના સંબંધમાં પાણીનું વહેણ રોકવાની અનુમતિ આપીને ભારતના અધિકારની વધુ એક વખત ખરાઇ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે આ બાબત એકવાર ફરી સાબિત કરે છે કે ભારત સિંધુ જળ સમજુતીનુ પાલન કરી રહ્યું છે. પ્રવક્તાએ એ પણ જણાવ્યું કે નિર્ણયના વિવરણોનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન કાશ્મીરમાં કિશનગંગા નદી પર જળવિદ્યુત પરિયોજનાના નિર્માણનો વિરોધ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં પ્રવેશ કરતા જ આ નદી નીલમના નામથી ઓળખાય છે જ્યારે ભારતમાં તે સિંધુ નદીના નામે ઓળખાય છે. આ નદી પર જળવિદ્યુત પેદા કરવા મોટાપાયે કિશનગંગા યોજના ચાલી રહી છે. નદીના વહેણને લઇને પાકિસ્તાન અને ભારત વચ્ચે સર્જાયેલા વિવાદનો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

English summary
Pakistan loses Kishanganga project case at The Hague court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X