યુપીના કુશીનગરમાં એરફોર્સ જગુઆર પ્લેન ક્રેશ

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક એરફોર્સ પ્લેન જગુઆર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાન હેતીમપુરમાં એક ખેતરમાં પડ્યું.

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક એરફોર્સ પ્લેન જગુઆર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિમાન હેતીમપુરમાં એક ખેતરમાં પડ્યું. વિમાનના પાયલોટે કેશ થતા પહેલા પોતાને ઇજેક્ટ કરી દીધો હતો, જેથી તેનો જીવ બચી ગયો. આ ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિમાને ગોરખપુર એરબેઝ થી ઉડાન ભરી હતી.

plane crash

વિમાન નીચે પડતા જ તેમાં ભયંકર આગ લાગી, જેને જોઈને આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા. આ દુર્ઘટનાના કારણો વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી. આ વિમાન ખુબ જ જૂનું વિમાન છે.

આ દુર્ઘટના પછી એરફોર્સ તરફથી એક અધિકારીક નિવેદન આવ્યું છે. તેમને જણાવ્યું કે વિમાન રૂટિન મિશન પર હતું અને તેને ગોરખપુર એરબેઝ થી ઉડાન ભરી હતી. આ દુર્ઘટનામાં કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

આ પહેલીવાર નથી જયારે એરફોર્સનું જગુઆર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોય. વર્ષ 2018 દરમિયાન આવી ઘણી ઘટનાઓ થઇ હતી. 8 જૂન 2018 દરમિયાન ગુજરાતના જામનગરમાં પણ એક જગુઆર પ્લેન ક્રેશ થયું હતું. તે દુર્ઘટનામાં વિમાનનો પાયલોટ પેરાશૂટની મદદથી બહાર આવવામાં સફળ રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X