એરફોર્સની મહિલા અધિકારીની પંખે લટકી આત્મહત્યા

suicide
જોધપુર, 28 નવેમ્બર: ભારતીય હવાઇદળની એક મહિલા અધિકારીએ બુધવારે સવારે સરકારી ક્વાર્ટરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલકત્તાની આ 29 વર્ષીય અનંદિતા દાસ પોતાના પતિની સાથે પોતાના સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી. તે જોધપુર હવાઇદળ કેન્દ્રમાં કાર્યરત હતી. અનંદિતાના પતિએ પણ હવાઇદળના અધિકારી છે અને જોધપુરમાં જ ફરજ બજાવે છે.

પોલીસે આપેલી જાણકારી અનુસાર બુધવારે સવારે સ્ક્વાડ્રન લીડર અનંદિતા પોતાના ક્વાર્ટરમાં પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

રક્ષા પ્રવક્તા એસ ડી ગોસ્વામીએ જણાવ્યું કે આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને તેમાં પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે.

અનંદિતાએ વાયુદળમાં પોતાની કારકિર્દીની શરૂઆત 2006માં કરી હતી. અને તેના લગ્ન 2008માં થયા હતા. પોલીસ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી તેની આત્મહત્યા કરવા પાછળના કારણોની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X