For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વદેશી એંટી-કોવિડ પિલ્સને જલ્દી મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત

કોરોના વાયરસ મહામારીના રોગીઓ માટે ભારતમાં પહેલી વાર સ્વદેશી કોવિડ કેપ્સૂલ 'મોલનુપિરવીર'ને જલ્દી મંજૂરી મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના રોગીઓ માટે ભારતમાં પહેલી વાર સ્વદેશી કોવિડ કેપ્સૂલ 'મોલનુપિરવીર'ને જલ્દી મંજૂરી મળી શકે છે. આ દવા કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણવાળા કોવિડ દર્દી માટે કારગર છે, આવનારા અમુક દિવસોમાં તેના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળી શકે છે. આ દવા એ લોકો માટે પણ હશે જેને ગંભીર કોરોના વાયરસ કે પછી હૉસ્પિટલમાં ભરતી થવાનુ જોખમ છે. તમને જણાવી દઈએ કે ભારતમાં હજુ કોરોના સામે વેક્સીનનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

covid

એનડીટીવીના રિપોર્ટ મુજબ બુધવારે કોવિડ સ્ટ્રેટેજી ગ્રુપ, સીએસઆઈઆરના અધ્યક્ષ ડૉ. રામ વિશ્વકર્માએ કહ્યુ કે મર્કની એંટી વાયરલ ગોળી મોલનુપિરવીરને આવનારા દિવસોમાં ઉપયોગમાં લઈ શકાય છે. વળી, ફાઈઝર દ્વારા વિકસિત ગોળી પેક્સલોવિડને આવવામાં હજુ થોડો વધુ સમય લાગી શકે છે. તેમણે આગળ કહ્યુ કે જે રીતે કોરોના વાયરસ ખતમ કરવા તરફ આગળ વધી રહ્યો છે, એવામાં આ બે દવાઓ રસીકરણથી વધુ મહત્વપૂર્ણ સાબિત થશે. આ દવાઓની પ્રારંભિક કિંમત બેથી ચાર હજાર વચ્ચે હોઈ શકે છે. જો કે બાદમાં આ કિંમત 500થી 600 રૂપિયા કે 1000 રૂપિયા સુધી આવી જશે.

ડૉ. રામ વિશ્વકર્માએ બંને દવાઓને કોરોના માટે કારગર જણાવી, સાથે જ આશા વ્યક્ત કરી કે મોલનુપિરવીર જલ્દી કોવિડ-19 દર્દીઓ માટે ઉપલબ્ધ હશે. તેમણે કહ્યુ દવા નિર્માતા સાથે પાંચ કંપનીઓ મળીને કામ કરી રહી છે. મને લાગે છે કે કોઈ પણ દિવસે આના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી શકે છે. બ્રિટનમાં પહેલેથી જ આને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. એસઈસી પણ આના પર નિરીક્ષણ રાખી રહ્યુ છે. એવામાં મને લાગે છે કે આના માટે જલ્દી મંજૂરી પ્રાપ્ત કરી લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફાઈઝરે દાવો કર્યો છે કે તેની દવા પેક્સલોવિડે પરીક્ષણ દરમિયાન દર્દીઓમાં મૃત્યુના જોખમને 89ને ઘટાડ્યુ છે.

English summary
Indian Anti-COVID capsule may soon get approval know how much will be the price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X