For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ હિઝબુલ મુજાહિદીનના ટેરર મોડ્યુલનો ભાંડાફોડ, 3 આતંકી પકડાયા

જમ્મુ-કાશ્મીરઃ હિઝબુલ મુજાહિદીનના ટેરર મોડ્યુલનો ભાંડાફોડ, 3 આતંકી પકડાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને આતંકવાદીઓના ટેરર મૉડ્યૂલનો ભાંડાફોડ કરવામાં મોટી સફળતા હાંસલ થઇ છે. બડગામ પોલીસ, ભારતીય સેનાની રાષ્ટ્રીય રાયફલની 53મી બટાલિયન અને સીઆરપીએફની 181મી બટાલિયને હિજબુલ મુજાહિદીનના ટેરર મૉડ્યૂઅલનો ભાંડાફોડ કર્યો છે. સુરક્ષાકર્મીઓએ 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. સુરક્ષાકર્મીઓને પખેરપોડા વિસ્તારમાં આ આતંકવાદીઓ પાસેથી એકે-47ના 20 લાઇવ રાઉન્ડ, ડેટોનેટર અને 15 પોસ્ટર મળી આવ્યા છે.

terror funding

સોમવારે આતંકી સંગઠન લશ્કરને સુરક્ષાબળોએ તગડો ઝાટકો આપ્યો હતો, જ્યાં તેના ફંડિંગ મોડ્યૂલનો ભાંડાફોડ થયો. આ દરમિયાન એક આતંકવાદી પકડાયો. જનાથી કેટલીય મહત્વની જાણકારી મળવાની ઉમ્મીદ છે. આતંકી લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય હતો. તેની પાસેથી કેટલીક રોકડ પણ જપ્ત થઇ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ એસઓજી અને સેના કેટલાય દિવસોથી લશ્કરના આતંકીઓ પર નજર બનાવીને બેઠા હતા. આ દરમિયાન તેમને લશ્કરના ફંડિંગ મોડ્યૂલ સાથે જોડાયેલી મહત્વની જાણકારી મળી. જેના પર કાર્યવાહી કરતાં તેમણે જમ્મુથી એક આતંકીની ધરપકડ કરી. તેની પાસેથી એક ટિફિન પણ જપ્ત થયું છે. જેમા પૈસા ભર્યા હતા.

આ મામલે જમ્મુના પીર મીઠા પોલીસ સ્ટેશનમાં મામલો નોંધવામાં આવ્યો છે. સાથે જ આતંકવાદીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ મુજબ આ મોડ્યુલ જમ્મુમાં આતંકવાદી ગતિવિધિઓને લઇ ઘણું સક્રિય હતું.

રવિવારે સુરક્ષાબળોને એક મોટી સફળતા હાથ લાગી હતી. એ દરમિયાન કાશ્મીરના શોપિયા જિલ્લામાં ત્રણ આતંકીને ઠાર મારવામા આવ્યા હતા. આ એન્કાઉન્ટર અમ્શીપોરા વિસ્તારમાં થયું હતું. મૃત આતંકવાદીઓ પાસેથી ત્રણ એકે-47 રાઇફલ અને અન્ય સમાન જપ્ત કરવામાં આવ્યો છે, જો કે સેના તરફથી આ આતંકવાદીઓની ઓળખ ઉજાગર કરવામાં નથી આવી. અગાઉ શુક્રવારે જૈશ એ મોહમ્મદના ટૉપ કમાંડર અને આઈઈડી એક્સપર્ટ લીદ સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠારશોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠાર

English summary
indian army busted terror funding module of Hizbul Mujahideen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X