પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ, સીઝફાયર તોડવા પર ભારતીય સેનાએ પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી
પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ, સીઝફાયર તોડવા પર ભારતીય સેનાએ પાકિસ્તાનની 10 ચોકી ઉડાવી
નવી દિલ્હીઃ પાછલા કેટલાય દિવસોથી પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામા આવી રહ્યું છે. કાલે પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સંઘર્ષવિરામને તોડતાં ભારતીય સીમામાં ગોળીબારી કરી. આ ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો. ભારતીય સેનાએ આ ફાયરિંગમાં પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ PoKમાં એલઓસી નજીક આવેલ 10 પાકિસ્તાની ચોકીઓને ઉડાવી દીધી છે.

ભારતીય સેનાએ એલઓસી નજીક આવેલી પાકિસ્તાની ચોકીઓને ઉડાી દીધી. આપણો જવાન શહીદ થયા બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી. જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરના રજૌરી અને પૂંછ સેક્ટરમા પાકિસ્તાન તરફથી કરવામા આવી રહેલ ગોળીબારમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થઈ ગયા, જે બાદ ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓને તબાહ કરી દીધી.
સેનાએ પીઓકેના કહવલિયન નાલી સમ્હની સેક્ટરમાં પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને ઉડાવી દીધી. જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી જ્યારે આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ઝડબાતોડ જવાબ આપ્યો હતો. સેનાએ અગાઉ પીઓકે સ્થિત આતંકીઓના ઠેકાણાને નિશાન બનાવતાં તેને તબાહ કરી દીધું હતું.












Click it and Unblock the Notifications
