For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના 7 એરબેસ પર ગતિવિધિઓ વધી, ભારતીય સુરક્ષાની બાજ નજર

ચીનના 7 એરબેસ પર ગતિવિધિઓ વધી, ભારતીય સુરક્ષાની બાજ નજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લદ્દાખમાં ચાલી રહેલા સીમા વિવાદને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. આ દરમિયાન હજી પણ એલએસી પર હાલાત તણાવપૂર્ણ બનેલા છે. ભારતની તમામ ચેતવણીઓ બાદ પણ ચીન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે ચીની ક્ષેત્રના એરબેસ પર હાલ ગતિવિધિઓમાં વધારો થયો છે, જેના કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓ તેમના પર નજર બનાવેલ છે. સાથે જ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં કોઈપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

7 બેસ પર દેખરેખ

7 બેસ પર દેખરેખ

ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ ચીનના નિયંત્રણવાળા એરબેસની દેખરેખ કરી રહી છે, જેમાં હોટન, ગર, ગુનસા, કાશઘર, હોપિંગ, ડોંકા ડોંગોંગ, લિન્ઝીઅને પંગટ એરબેઝ સામેલ છે. જેમાં કેટલાય ઠેકાણાઓને ચીને હાલમાં જ અપગ્રેડ કર્યાય હતા. સાથે જ ત્યાં રનવેનો વિસ્તાર અને શેલ્ટરની સંખ્યા વધારી હતી, જેથી વધુમાં વધુ ઓપરેશનને અંજામ આપી શકાય. જ્યારે પૂર્વોત્તર રાજ્યોના વિપરીત લિનઝી એરબેસ જે મુખ્ય રૂપે હેલીકોપ્ટર બેસ છે ત્યાં પણ ચીને હેલીકપેડ્સનો એક નેટવર્ક બનાવ્યું છે.

લડાકૂ વિમાન પણ તહેનાત

લડાકૂ વિમાન પણ તહેનાત

સૂત્રોએ જણાવ્યું કે ચીની એરફોર્સે આ એરબેસ પર પોતાના સ્વદેશી લડાકૂ વિામાન સહિત કેટલાય બોમ્બવર્ષા કરતા વિમાન તહેનાત કર્યા છે, Sukhoi-30નું ચીન વર્ઝન અને જે સીરિઝ ફાઈટર જેટ્સ સામેલ છે. ચીનની વધતી ગતિવિધિઓને જોતા શિનજિયાંગ અને તિબેટ સ્વાયત્ત સૈન્ય ક્ષેત્રમાં સ્થિત 7 ચીની સૈન્ય ઠેકાણા પર સેટેલાઈટ અને સર્વેલાંસથી જોડાયેલ અન્ય માધ્યમોથી નજર રાખવામાં આવી રહી છે.

ભારતના આ વિમાન જવાબ આપશે

ભારતના આ વિમાન જવાબ આપશે

ચીની ગતિવિધિઓને જોતા ભારતીય વાયુસેનાએ પણ પોતાની તૈયારી પૂરી કરી લીધી છે. જે અંતર્ગત અગ્રિમ એરબેસ પર સુખાઈ-30, એમકેઆઈ, મિગ-29 અને મિરાજ 2000 તહેનાત કરવામાં આવ્યાં છે. આ વિમાનો ચીનના કોઈપણ દુસ્સાહસને જવાબ આપવામાં સક્ષમ છે. ચીનના મોટાભાગના બેસ ઉંચાઈ પર આવેલા હોવાથી ત્યાંના લડાકૂ વિમાન વધુ ઈંધણ અને વિસ્ફોટક ના લઈ જઈ શકે, જે ભારત માટે પ્લસ પોઈન્ટ છે. જ્યારે ભારતના તમામ મહત્વના બેસ સમતલ વાળા વિસ્તારમાં છે, જે કારણે આવી કોઈપણ સમસ્યા નહિ થાય.

સરકારે વધારી એવિએશન સિક્યોરીટી ફીસ, 1 સપ્ટેમ્બરથી કરાશે લાગુસરકારે વધારી એવિએશન સિક્યોરીટી ફીસ, 1 સપ્ટેમ્બરથી કરાશે લાગુ

English summary
indian army monitoring 7 airbase of china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X