અરૂણાચલમાં સેનાનુ ચીતા હેલિકોપ્ટર થયુ ક્રેશ, પાયલટ્સ ગુમ, સર્ચ ઓપરેશન ચાલુ

ANIએ સેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

Cheeta

અરુણાચલ પ્રદેશમાં એક મોટો અકસ્માત થયો છે. ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર રાજ્યના મંડલા પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ પાયલટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના કેવી રીતે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. દુર્ઘટના બાદ લાપતા પાયલટની શોધ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના અંગે ગુવાહાટીમાં સંરક્ષણ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં બોમડિલા નજીક ઓપરેશન સૉર્ટી ઉડાન ભરી રહેલા ચિતા હેલિકોપ્ટરનો ગુરુવારે સવારે 09:15 વાગ્યે ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાની જાણ થઈ હતી. તેમણે કહ્યું છે કે બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે માર્ચ 2022માં જમ્મુ-કાશ્મીરમાં પણ ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે પાઈલટમાંથી એકનું મોત થયું હતું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે નિયંત્રણ ગુમાવ્યું હતુ.

ભારતીય સેનાના ચિતા હેલિકોપ્ટરની ગણતરી હળવા હેલિકોપ્ટરમાં થાય છે. તે સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે. ભારતીય સેના પાસે 200 ચિતા હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટરમાં ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી સિસ્ટમ લગાવવામાં આવી નથી. આ જ કારણ છે કે ખરાબ હવામાનમાં તેઓ અકસ્માતનો શિકાર બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X