For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ચીની બૉર્ડર પર 35,000 જવાનો તૈનાત, ચીનને જવાબ આપવા તૈયાર છે સેના

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગ તરફથી આવેલુ નિવેદન ચીનની મંશાને સ્પષ્ટ કરી દે છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ભારત અને ચીન વચ્ચે તણાવને ત્રણ મહિના એટલે કે 90 દિવસ થવાના છે. તણાવ ઘટવાના કોણ અણસાર દેખાઈ નથી રહ્યા અને આ દરમિયાન ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગ તરફથી આવેલુ નિવેદન ચીનની મંશાને સ્પષ્ટ કરી દે છે. હવે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે લદ્દાખમાં વધુ 35,000 જવાનો તૈનાત રાખશે. સેનાના અધિકારીઓ તરફથી આ વિશે પુષ્ટિ કરી દેવામાં આવી છે.

સેના કોઈ પણ વિપરીત સ્થિતિ માટે તૈયાર

સેના કોઈ પણ વિપરીત સ્થિતિ માટે તૈયાર

અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સીનિયર ઑફિસરે કહ્યુ છે કે લદ્દાખમાં વધુ જવાનો જેમની સંખ્યા લગભગ 35,000 છે તૈનાત રહેશે. લેફ્ટનન્ટ જનરલ જોશીએ પણ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે જ્યાં સુધી એપ્રિલ 2020વાળી યથાસ્થિતિ ચાલુ નહિ થઈ જાય ત્યાં સુધી સેના પાછળ નહિ હટે.

ઈન્ડિયન આર્મીએ પણ તૈયાર રહેવુ પડશે

ઈન્ડિયન આર્મીએ પણ તૈયાર રહેવુ પડશે

સીનિયર ઑફિસરના જણાવ્યા મુજબ અત્યારે લદ્દાખમાં લગભગ 35,000 વધુ જવાન તૈનાત છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ સેનાની તૈયારી અને ગતિવિધિઓ કોઈ પણ વિપરીત સ્થિતિ માટે છે. જ્યાં સુધી ચીની જવાન પોતાની ક્ષમતા સાથે હાજર છે ઈન્ડિયન આર્મીએ પણ તૈયાર રહેવુ પડશે.

રાજદૂત બોલ્યા ડિસએન્ગેજમેન્ટ પૂરુ

રાજદૂત બોલ્યા ડિસએન્ગેજમેન્ટ પૂરુ

ચીની રાજદૂત સન વિડોંગે દાવો કર્યો છે કે લદ્દાખમાં એલએસી મોટાભાગની જગ્યાઓ પર ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. પરંતુ ભારતે તેમના આ દાવાને સંપૂર્ણપણે નકારી દીધો છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે પેટ્રોલિંગ પોઈન્ટ(પીપી) 17A અને પેંગોંગ ત્સો પર હજુ સુધી ટકરાવ ચાલુ છે. સેનાના અધિકારીએ કહ્યુ કે ઠંડી માટે સામાન તૈનાત કરવાની પ્રક્રિયા ચાલુ છે. સેનાના અધિકારીઓ તરફથી જો કે એ નથી જણાવવામાં આવ્યુ કે વાસ્તવમાં કેટલા જવાન લદ્દાખમાં આવનારા દિવસોમાં તૈનાત રહેવાના છે. ઠંડીમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી શકે છે.

રિસર્ચઃ કોરોનાથી રિકવર થતાં અમુક દર્દીઓને થઈ રહી છે આ ગંભીર બિમારીરિસર્ચઃ કોરોનાથી રિકવર થતાં અમુક દર્દીઓને થઈ રહી છે આ ગંભીર બિમારી

English summary
Indian Army to retain additional troops in Ladakh at LAC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X