For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2017: નોટબંધીને કારણે સુરક્ષા બજેટ પર લાગી શકે છે કાપ

નોટબંધીને કારણે આ વર્ષના જનરલ બજેટમાં સુરક્ષા ક્ષેત્રના ભાગે કંઇ ખાસ આવે એવી આશા નથી. સુરક્ષા વિભાગ બજેટમાં 10 ટકાના વધારાની આશા રાખીને બેઠું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

થોડા જ કલાકોની અંદર દેશનું જનરલ બજેટ રજૂ કરવામાં આવશે. પહેલીવાર જનરલ બજેટ 1 ફેબ્રૂઆરીના રોજ રજૂ થનાર છે અને જનરલ બજેટની સાથે જ રેલવે બજેટ પણ રજૂ થશે. ગત વર્ષે જ્યારે જનરલ બજેટ રજૂ થયું હતું ત્યારે તેમાં નાણા મંત્રી અરુણ જેટલીએ સુરક્ષા બજેટનો ઉલ્લેખ નહોતો કર્યો. ત્યારે સૌને સવાલ થયો હતો કે આવું શા માટે થયું? આ વખતના બજેટમાં પણ આવી કેટલીક ઘટનાઓ થવાની સંભાવના છે, જેમાં સુરક્ષા બજેટ માટે જરૂર પૂરતું ભાથું ન મળવાની સંભાવના સૌથી મોટી છે.

defense budget

10 ટકા વધારાની જરૂરિયાત

ઉપલબ્ધ જાણકારી અનુસાર આ વર્ષે પણ દેશના રક્ષા બજેટના ભાગે કંઇ ખાસ નહીં આવે, જેનું કારણ છે નવેમ્બર માસમાં લાગુ પડેલો નોટબંધી નો નિર્ણય. આ નિર્ણયની સુરક્ષા બજેટ પર ખાસી અસર પડશે એમ માનવામાં આવી રહ્યું છે. એક બાજુ દેશની સેનાના આધુનિકીકરણની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ પાડોશી દેશનો આક્રમક અંદાજ પણ વર્તાઇ રહ્યો છે એવી પરિસ્થિતિમાં સુરક્ષા બજેટને જરૂર પૂરતું ભાથુ મળે એ જરૂરી છે. નોટબંધીના નિર્ણય બાદ દેશના અર્થતંત્રમાં કોઇ ખાસ વિકાસ નથી થયો. બ્લૂમબર્ગ અને મિન્ટના અહેવાલો અનુસાર સુરક્ષા વિભાગ આ વર્ષના સુરક્ષા બજેટમાં 10 ટકાના વધારાની ઇચ્છા રાખીને બેઠું છે, પરંતુ આ વધારો થશે કે કેમ એ એક સવાલ છે.

મોંઘવારીને કારણે બજેટમાં વધારાની માંગ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના આધારે બ્લૂમબર્ગે લખ્યું છે કે, સુરક્ષા બજેટમાં વધારો થવાની શક્યતાઓ ઓછી છે; કારણ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખાસ સારી નથી અને વળી સંસાધનોનો અભાવ પણ છે. નોટબંધીને કારણે પ્રગતિ ઓછી છે અને તેની નકારાત્મક અસરો પણ છે, જે સુરક્ષા બજેટ માટે સારો સંકેત નથી. સુરક્ષા વિભાગે મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારાની જરૂરિયાત જાહેર કરી હતી. આ સિવાય જૂના હથિયારો અને સુરક્ષા ઉપકરણોને પણ બદલવાની ખૂબ જરૂર છે.

અહીં વાંચો - બજેટ 2017: રેલ બજેટમાં ભાડું વધ્યું તો ભાજપને જ નુક્શાન થશેઅહીં વાંચો - બજેટ 2017: રેલ બજેટમાં ભાડું વધ્યું તો ભાજપને જ નુક્શાન થશે

મોદીએ કર્યો છે 250 બિલિયન ડોલરનો વાયદો

ભારતની ચીન અને પાકિસ્તાનની સીમાઓ પાસે ઘુસણખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વર્ષ 2016-2017ના નાણાંકીય વર્ષ દરમિયાન ભારતે સુરક્ષા ખર્ચ તરીકે લગભગ 33.8 બિલિયન ડોલરનો ખર્ચો કર્યો છે, જેમાં ભૂતપૂર્વ સૈનિકોને આપવામાં આવતા પેન્શનનો સમાવેશ કરવામાં નથી આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વાયદો કર્યો હતો કે આગામી વર્ષમાં સેનાના આધુનિકીકરણ માટે 250 બિલિયન ડોલર આપવામાં આવશે.

English summary
Indian defense sector is not hoping much from this years union budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X