ભારતીય સેનાના DGMO એ પાકિસ્તાનને ફોન જોડી, કહી આ સ્પષ્ટ વાત

Posted By:
Subscribe to Oneindia News

ઇન્ડિયન આર્મીના ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન (ડીજીએમઓ)એ સોમવારે પાકિસ્તાનના ડીજીએમઓ જોડે વાત કરી. ભારતીય ડીજીએમઓ એ એલઓસી પર હાલ જે પરિસ્થિતિ સર્જાઇ છે તે અંગે પાકિસ્તાન જોડે વાત કરતા તેમણે પાકને સખત શબ્દોમાં એક સંદેશ પણ મોકલાવ્યો છે. ભારતીય ડીજીએમઓ એ સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાનની સેના એલઓસી પર અકારણ તનાવ વધારી રહી છે. ભારતના ડીજીએમઓ એ તે પણ સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા એલઓસી પર શાંતિની સ્થિતિ જાળવી રાખવા ઇચ્છે છે. પણ પાકિસ્તાનની નીતિ આવી નથી લાગી રહી. ડીજીએમઓ એ કહ્યું કે પાકિસ્તાન ધુસણખોરોની મદદ કરી રહી છે. અને ધુસણખોરી રોકવા માટે તે એલઓસી પર ફાયરિંગ કરી રહી છે. અને જો આમ જ રહ્યું તો ભારતીય સેના તેનો યોગ્ય ઉત્તર આપશે.

army

કેન્દ્ર સરકારે સેના કાશ્મીરમાં આંતકી પ્રવૃત્તિઓને કાબુમાં રાખવા માટે સંપૂર્ણ પણે છૂટ આપી છે. સેનાએ પણ તે સાફ કર્યું છે કે તે કોઇ પણ પ્રકારના રાજનૈતિક દબાવ આગળ નહીં નમે. સેનાએ તે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીરની અંદર પણ જે આંતકવાદ ચાલી રહ્યો છે તેનો ખાતમો કરીને જ રહેશે. સેનાના એક સુત્ર તરફથી મળતી માહિતી મુજબ સેના હવે જલ્દી જ આંતકીઓનો ખાતમો કરવા ઇચ્છે છે.

English summary
Indian DGMOs stern message to Pakistan if your army continues firing Indian Army will respond appropriately.
Please Wait while comments are loading...