For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશવિરોધી પ્રોપાગાન્ડા ફેલાવનાર પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, બેન કરી 20 યુટ્યુબ ચેનલ

ભારત સરકારે દેશના વિરોધમાં ચાલી રહેલ યુટ્યુબ ચેનલો અને વેબસાઈટો સામે કડક પગલાં લઈને મોટો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત સરકારે દેશના વિરોધમાં ચાલી રહેલ યુટ્યુબ ચેનલો અને વેબસાઈટો સામે કડક પગલાં લઈને મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશ વિરોધી 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઈટને બેન કરી દીધી છે. તમને જણાવી દઈએ કે દેશમાં આ પહેલી વાર કરવામાં આવ્યુ છે. ત્યારબાદ રાતોરાત કથિત રીતે પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહેલ યુટ્યુબ ચેનલ અને વેબસાઈટને બેન કરી દેવામાં આવી.

pm modi

સૂત્રો મુજબ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વ ચંદ્રાનુ આ કામ કરવામાં મોટુ યોગદાન છે. અપૂર્વ ચંદ્રાએ યુટ્યુબ અને ટેલિકૉમ વિભાગને લખ્યુ કે ભારત સામે પ્રોપાગાન્ડા ફેલાવી રહેલ આ દેશ વિરોધી ચેનલોને બેન કરાવામાં આવી.

નયા પાકિસ્તાનને કરવામાં આવ્યુ બ્લૉક

જે 20 દેશ વિરોધી એજન્ડા ચલાવનાર ચેનલોને બ્લૉક કરવામાં આવી છે. તેમાં નયા પાકિસ્તાનનુ નામની પણ યુટ્યુબ ચેનલ હતી. આ ચેનલ પર બે મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર હતા. અધિકારીઓની માનીએ તો આ ચેનલ શરુઆતથી જ ભારત વિરોધી સમાચારો, ફેક ન્યૂઝ ચલાવી રહ્યુ હતુ. હાલમાં જ ખેડૂત આંદોલન અયોધ્યા જેવા મુદ્દાઓ પર ખોટા સમાચારો ચલાવીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા.

પુરાવા મળ્યા બાદ કરવામાં આવી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે સરકારે યુટ્યુબ અને દૂરસંચાર વિભાગને પત્ર લખતા પહેલા આ બધી ચેનલો અને વેબસાઈટને લઈને પૂરી તપાસ કરી હતી અને આ સાથે જ તેમની સામે ઠોસ પુરાવા પણ એકઠા કર્યા. ત્યારબાદ જ સરકારે તેમના પર કાર્યવાહી કરી.

સુરક્ષા એજન્સીઓએ આપી માહિતી

આ બધી ચેનલો અને વેબસાઈટને લઈને સૌથી પહેલા સુરક્ષા એજન્સીઓએ સરકારને માહિતી આપી. આ માહિતીના આધારે સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી અને પછી આઈટી એક્ટમાં હાલમાં જ શામેલ કરવામાં આવેલી ગાઈડલાઈન્સના આધારે તેને બેન કરી દીધી.

English summary
Indian Government big action banned 20 YouTube channels those spreading anti-national propaganda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X