ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદ
ટ્રમ્પના દાવા પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ભારતે ક્યારેય પણ અમેરિકા પાસે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે નથી કહ્યુ.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દા પર મદદ કરવા માટે કહ્યુ હતુ. હું મધ્યસ્થ બનવા માટે તૈયાર છુ. ટ્રમ્પના આ નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ભારતે ક્યારેય પણ અમેરિકા પાસે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે નથી કહ્યુ.

ટ્રમ્પના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે તેમના આ નિવેદનને ફગાવી દીધુ છે, જેમાં તેમણે કહ્યુ છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દાને સુલઝાવવામાં અમેરિકાની મદદ માંગી હતી. સરકાર તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભારત તરફથી આવો કોઈ અનુરોધ કરવામાં આવ્યો નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે કહ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિને પીએમ મોદીએ આવો કોઈ અનુરોધ કર્યો નથી. આ ભારતની સુસંગત સ્થિતિ રહી છે.
રવિશ કુમારે ટ્વીટ કરીને લખ્યુ કે કાશ્મીર મુદ્દે ભારતની સુસંગત સ્થિતિ રહી છે. પાકિસ્તાન સાથે બધા મુદ્દાઓ પર માત્ર દ્વિપક્ષીય રીતે ચર્ચા કરાતી રહી છે. પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત માટે પહેલા તેણે સીમા પારના આતંકવાદને ખતમ કરવુ પડશે. શિમલા સમજૂતી અને લાહોર ઘોષણી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે બધા મુદ્દાઓને ઉકેલવાનો આધાર આપે છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ છે. આ મુલાકાત દરમિયાન પીએમ ઈમરાન ખાને એક વાર ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર દીએ કાશ્મીર પર મદદ માંગી છે અને ભારત-પાક ઈચ્છે તો અમે મધ્યસ્થતા માટે તૈયાર છે. જો કે આ પ્રેસ કૉન્ફરન્સમાં કાશ્મીરનો મુદ્દો જરૂર ઉઠ્યો પરંતુ વ્હાઈટ હાઉસ તરફથી જાહર કરાયેલ અધિકૃ, પ્રેસ રિલીઝમાં કાશ્મીર મુદ્દાને ક્યાંય પણ જગ્યા આપવામાં આવી નહિ.
...that all outstanding issues with Pakistan are discussed only bilaterally. Any engagement with Pakistan would require an end to cross border terrorism. The Shimla Agreement & the Lahore Declaration provide the basis to resolve all issues between India & Pakistan bilaterally.2/2
— Raveesh Kumar (@MEAIndia) 22 July 2019












Click it and Unblock the Notifications
