For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ બ્લાસ્ટ: તબરેઝ, વકાર અને ભટકલ પર શંકાની સોંઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 22 ફેબ્રુઆરી: હૈદરાબાદના એકદમ ગીચ અને વ્યસ્ત દિલસુખનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં 14 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. આ વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી આઇઇડી વિસ્ફોટ થયા હતા. મૃતકોના આંકડાની પુષ્ટિ આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે 119 લોકો ઘાયલ થયા તથા છ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.

હૈદરાબાદ સીરિયલ બ્લાસ્ટમાં ગુપ્તચર એજન્સી સાથે કેટલાક મહત્વપૂર્ણ સંકેત હાથ લાગ્યાં છે. બોમ્બ બ્લાસ્ટવાળી જગ્યાએ એમોનિયા, યૂરિયા, પેટ્રોલ, આઇઇડી, ટાઇમર અને સ્પલિંટર પ્રાપ્ત કર્યા છે. જે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન તરફ ઇશારો કર્યો છે. આ ક્રમમાં ત્રણ ચાલક અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પણ શંકાના ઘેરામાં છે.

blast-in-hyderabad

જે ત્રણ આતંકવાદીઓના નામ સામે આવ્યા છે તેમાં એકનું નામ તબરેજ કહેવામાં આવે છે જે ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે, જ્યારે બીજાનું નામ વકાર કહેવામાં આવી રહ્યું છે જે સમસ્તીપુરનો રહેવાસી છે અને ત્રીજાનું નામ મંજર છે જે ઝારખંડનો રહેવાસી છે. તો બીજી તરફ એ પણ સંકેત હાથ લાગ્યાં છે કે ઇન્ડિયન મુજાહિદ્દીનના સ્થાનિક મોડ્યુલને જવાબદારી સોંપી હતી. સાત જગ્યાએ પર બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું, જેમાં સિકંદરાબાદ અને વાઇજૈગ પણ સામેલ હતો.

તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સૌથી વધુ હેરાન કરનારી વાત એ છે કે ઘટનાસ્થળ પાસેથી સીસીટીવી કેમેરા ખરાબ હતા. આને કાવતરું કહીશું કે પછી સુરક્ષામાં લાપરવાહી જો કે સીસીટીવી કેમેરાઓને બોમ્બ બ્લાસ્ટ પહેલાં ખરાબ કરવામાં આવ્યાં હતા. સૂત્રો દ્રારા જાણવા મળતી માહિતી અનુસાર 18 જાન્યુઆરીએ યાસીન ભટકલ અને મંજર વચ્ચે મીટિંગ થઇ હતી. ગુપ્તચર એજન્સીઓએ હૈદરાબાદની એક લોજમાં મંજરને પકડી પાડવાની યોજના બનાવી હતી પરંતુ મંજર ત્રણ કલાક પહેલાં જ ત્યાં નાસી છૂટ્યો હતો.

English summary
Use of bicycles in the twin blasts in Hyderabad has made investigating agencies to infer that the explosions may have been carried out by the banned Indian Mujahideen (IM).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X