Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Indian Railway Rule: રેલવે સ્ટેશન પર લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, લિમિટ કરતા વધુ સામાન હશે તો ફટકારાશે દંડ

Indian Railway: ભારતીય રેલવે વિશે લોકોએ જાણે મન બનાવી લીધું છે કે ગમે તેટલો સામાન હોય બિસ્તરા પોટલા ઉપાડીને લઈ જવાના પરંતુ એ બધુ હવે એક સપના સમાન બની જશે કેમ કે હવે ટ્રેનમાં માલ સામાન લઈ જવાનો કાયદો કડક બની ગયો છે.

Indian Railway Rule

Indian Railway Rule: ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સલામતી અને સુવિધાઓ માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે હવે રેલવેએ એક નિયમ કડક રીતે લાગુ કરવાની તૈયારી કરી છે, જે બિલકુલ વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો જેવો જ હશે. હા, અમે મુસાફરી દરમિયાન લઈ જવામાં આવતા સામાનના વજન વિશે વાત કરી રહ્યા છીએ, જે હવે એરલાઇન્સની જેમ રેલવે દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. જોકે આ નિયમ પહેલાથી જ છે, પરંતુ તેનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.

મફત સામાન લઈ જવાની આ મર્યાદા છે

નિયમ અનુસાર, મુસાફરીની વિવિધ કેટેગરીમાં મફત સામાનની મંજૂરી અલગ-અલગ છે. ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરવા માટે 70 કિગ્રા સુધીનો સામાન લઈ જવાની મંજૂરી રહેશે. એસી સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 50 કિગ્રા જ્યારે થર્ડ એસી અને સ્લિપર ક્લાસના મુસાફરો માટે 40 કિગ્રા સુધીનું વજન મફત રહેશે. જ્યારે તેનાથી વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. તદુપરાંત જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે સામાનના વજનની મર્યાદા 35 કિગ્રા રહેશે.

રેલવેએ વધારાના સામાનને જોખમ ગણાવ્યું

ભારતી રેલવે વિભાગ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત મર્યાદા કરતાં જો સામાનનો વજન વધારે સામે આવે છે તો મુસાફર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભારતી રેલવે વિભાગે હાલ માટે, ઉત્તર રેલવે અને મધ્ય રેલવે લખનૌ અને પ્રયાગરાજ વિભાગના મુખ્ય સ્ટેશનોથી આ નવી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જે રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે તેમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ છોકી, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટુંડલા, અલીગઢ, ગોવિંદપુરી અને ઇટાવા પણ આ યાદીમાં સામેલ છે.

જો બેગનું વજન વધુ હશે તો પણ દંડ થશે

એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ તમારા સામાનને બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય અને તે બોર્ડિંગ સ્પેસમાં અવરોધ ઉભો કરે તો તેમના પર દંડ લાદવાની પણ જોગવાઈ છે. રેલવે અનુસાર, જો ચેકિંગ દરમિયાન બુકિંગ વિના અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન મળી આવે તો સામાન્ય દર કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે. મુસાફરોને તેમની સાથે 10 કિલો સુધીનો વધારાનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, આનાથી વધુ સામાન બુક કરાવવો પડશે.

ઈલેક્ટ્રોનિક મશીનોથી સામાનની તપાસ

Indian Railways Luggage Rules: ભારતીય રેલવે હવે એરલાઇન કંપનીઓની જેમ સામાનના નિયમો લાગુ કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત નિયમો અનુસાર મુસાફરોએ મુખ્ય રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક મશીનોથી તેમના સામાનનું વજન કરવું પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X