For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેએ યાત્રીઓને મોટી સુવિધા આપી, માર્ચથી આ ટ્રેનોનું ભાડું ઓછું થશે

ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેનોમાં બુકિંગ માટે ફ્લેક્સી ફેયર લાગુ છે. હવે પૂર્વી અને દક્ષિણ પૂર્વી રેલવે ઝોન પ્રયોગ માટે આ સ્કીમ હટાવવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેનોમાં બુકિંગ માટે ફ્લેક્સી ફેયર લાગુ છે. હવે પૂર્વી અને દક્ષિણ પૂર્વી રેલવે ઝોન પ્રયોગ માટે આ સ્કીમ હટાવવા જઈ રહ્યા છે. મંગળવારે અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજધાની, દુરંતો એક્સપ્રેસ અને શતાબ્દી ટ્રેનોથી પ્રયોગ રૂપે ફ્લેક્સી ફેયર સ્કીમ માર્ચથી હટાવી દેવામાં આવશે. રેલવે મંત્રાલયે 15 માર્ચ, 2019 થી પ્રયોગ તરીકે આ ટ્રેનોમાં ફ્લેક્સી ભાડા સ્કીમ હેઠળ તેને તર્કસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કુંભના મેળામાં પ્રવાસી ભારતીયો માટે રેલવેની ખાસ વ્યવસ્થા

માર્ચથી કેટલીક ટ્રેનોમાં ફ્લેક્સી ફેયર હટાવવામાં આવશે

માર્ચથી કેટલીક ટ્રેનોમાં ફ્લેક્સી ફેયર હટાવવામાં આવશે

માર્ચથી રેલવેની પ્રીમિયમ ટ્રેનોથી ફ્લેક્સી ફેયર સ્કીમ થોડા સમય માટે હટાવી દેવામાં આવશે. આવું પ્રયોગ રૂપે કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ પૂર્વી રેલવે પ્રવક્તા સંજય ઘોષ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલીક ટ્રેનોમાં 6 મહિના માટે ફ્લેક્સી ભાડું પાછું લઇ લેવામાં આવશે, જેમાં 50 ટકા કરતા પણ ઓછી સીટો ભરાય છે. એટલું જ નહીં પરંતુ જે ટ્રેનોમાં સીટો 50 થી 75 ટકા જેટલી ભરાય છે, તેમાં ત્રણ મહિના સુધી ફ્લેક્સી હટાવી દેવામાં આવશે.

ભાડામાં પણ 20 ટકાની છૂટ આપવામાં આવશે

ભાડામાં પણ 20 ટકાની છૂટ આપવામાં આવશે

ઘોષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધી જ શ્રેણીમાં ફ્લેક્સી ફેયર 1.5 ગણું છે, જેને ઘટાડીને 1.4 ગણું કરવામાં આવશે. તેમને જણાવ્યું કે 2એસી, 3એસી અને એસી ચેરમાં યાત્રીઓની સંખ્યા વધારવા માટે ફ્લેક્સી ફેયરના અંતિમ રેટ પર 20 ટકાની છૂટ આપવામાં આવશે. 15 માર્ચ, 2019 થી હાવડા પુરી શતાબ્દી પુરી એક્સપ્રેસમાં ફ્લેક્સી ફેયર સ્કીમ હટાવી દેવામાં આવશે.

આ ટ્રેનોથી ફ્લેક્સી ફેયર હટાવવામાં આવશે

આ ટ્રેનોથી ફ્લેક્સી ફેયર હટાવવામાં આવશે

રાંચી હાવડા શતાબ્દી એક્સપ્રેસ (12020), પુરી હાવડા શતાબ્દી એક્સપ્રેસ (12278) અને રાંચી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12453) ટ્રેનોમાં ત્રણ મહિના સુધી ફ્લેક્સી ફેયર હટાવી દેવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પૂર્વી રેલવે પ્રવક્તા એસ મહાપાત્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે 15 માર્ચથી 31 માર્ચ 2019 વચ્ચે હાવડા-નવી જલ્પાઈગુડી શતાબ્દી એક્સપ્રેસ (12041) અને નવી જલ્પાઈગુડી-હાવડા શતાબ્દી એક્સપ્રેસ (12042) ટ્રેનોમાં ફ્લેક્સી ફેયર હટાવી દેવામાં આવશે.

English summary
Indian Railway To Withdraw Flexi Fare Scheme From Some Premium Trains From March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X