For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભના મેળામાં પ્રવાસી ભારતીયો માટે રેલવેની ખાસ વ્યવસ્થા

આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે પ્રશાસને પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. ભારતીય રેલવેએ પણ મુસાફરોને સુવિધા આપવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે પ્રશાસને પોતાની તૈયારીઓ ઝડપી કરી દીધી છે. એટલુ જ નહિ ભારતીય રેલવેએ પણ મુસાફરોને સુવિધા આપવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધુ છે. કુંભ મેળામાં આવનારા પ્રવાસી ભારતીયો માટે રેલવે એક વિશેષ ટ્રેન ચલાવવા જઈ રહ્યુ છે કે જે મુસાફરોને દિલ્લીથી અલાહાબાદ લઈને આવશે અને તેમને પાછા પણ લઈ જશે. આ ટ્રેનમાં બધા કોચ એસી ટુ ટાયરના હશે. વાસ્તવમાં આ વખતે કેન્દ્ર સરકારે ખાસ કરીને પ્રવાસી ભારતીયોને કુંભ મેળાના દર્શન માટે આમંત્રિત કર્યા છે.

આ પણ વાંચોઃ જાપાનના પીએમ શિંઝો આબેના હોલીડે હોમ જનારા પહેલા વિદેશી નેતા પીએમ મોદીઆ પણ વાંચોઃ જાપાનના પીએમ શિંઝો આબેના હોલીડે હોમ જનારા પહેલા વિદેશી નેતા પીએમ મોદી

kumbh

માનવામાં આવી રહ્યુ છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં લગભગ પાંચ હજાર પ્રવાસી ભારતીયો અહીં દર્શન કરવા માટે આવશે જેને જોતા ઉત્તર મધ્ય રેલવેએ અહીં ખાસ તૈયારી કરી છે. અનુમાન છે કે આ વખતે કુંભમાં 15 કરોડ શ્રદ્ધાળુ દર્શન માટે આવશે. આ દરમિયાન થનારા મુખ્ય સ્નાન દરમિયાન 15 જાન્યુઆરીથી ચાર માર્ચ સુધી લગભગ 15 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જેમાં લગભગ 40 લાખ લોકો ટ્રેનથી મુસાફરી કરશે. મુસાફરોને ટ્રેનની અંદર પ્રવાસ બહેતર બનાવવા માટે રેલવે પોતાની પૂરી કોશિશ કરી રહ્યુ છે.

આ પણ વાંચોઃ ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારતઆ પણ વાંચોઃ ઈસરો પ્રમુખ બોલ્યા, 2022 સુધી માનવને અંતરિક્ષમાં મોકલશે ભારત

ટ્રેનોની અંદર અલગ પ્રકારના વિનાઈલ લગાવવામાં આવશે જેમાં લોકોને અહીંની સંસ્કૃતિ વિશે બતાવવામાં આવશે. ટ્રેનની અંદર મુસાફરોને અહીંની સંસ્કૃતિ અને કુંભ મેળાની ઝલક જોવા મળશે. આ દરમિયાન રેલવેએ મોટી સંખ્યામાં મેમૂ ટ્રેનો પણ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર મુખ્ય સ્નાન અને પર્વ પર 800 ટ્રેનો ચાલશે. જેનાથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. આ બધા વચ્ચે હજુ પણ રેલવે સામે સૌથી મોટો પડકાર સ્ટેશન પર અને ટ્રેનની અંદર સફાઈની છે.

English summary
Railway makes special arrangement for NRI to visit Kumbh in Praygraj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X