ભારતીય સૈનિકોએ પાકિસ્તાની જવાનને ઢાળી દિધો

શ્રીનગર, 16 જાન્યુઆરી: ફ્લેગ મીટિંગ બાદ અત્યાર સુધી પાકિસ્તાની સેના સરહદ પર પાંચ વાર યુદ્ધવિરામનું ઉલ્લંધન કરી ચૂકી છે. ભારત પણ ચૂપ બેસી રહેનારાઓમાંથી નથી. ભારતે પણ હવે ખૂનનો બદલો ખૂનથી લેવાનું નક્કી કરી લીધું. મંગળવારે કાશ્મીરમાં મોડી રાતે થયેલ ફાયરિંગ દરમિયાન ભારતીય જવાને એક પાકિસ્તાની સૈનિકને ઢાળી પાડ્યો હતો.

સવારે મળતા સમાચાર મુજબ પાકિસ્તાનીને સેનાએ મંગળવારે રાતે સરહદ પર ફરી એકવાર ફાયરિંગ શરૂ કરી દિધું છે. તેમને જવાબ આપવા માટે ગોળીબાર ચાલુ છે. તે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

indian-army

આ મહિનાની શરૂઆતમાં થયેલ ગોળીબારમાં બે ભારતીય જવાનો મૃત્યું પામ્યાં છે, પડોશી સૈનિકોએ તેમના માથા કાપી નાખ્યાં હતા. 1947થી માંડીને અત્યાર સુધી પાકિસ્તાન સાથે ત્રણ વાર યુદ્ધ થઇ ગયું છે, જેમાં એકવાર કારગીલમાં થયું હતું અને બીજા રાજસ્થાનથી માંડીને કાશ્મીર બોર્ડર પર થયું હતું. મહત્વપૂર્ણ વાત એ છે કે પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધતું જાય છે.

જેના કારણે ત્યાંની સરકાર ઢળી પડવાની તૈયારીમાં છે. જો આમ થયું તો ત્યાં સૈન્ય શાસન લાગૂ થઇ શકે છે, ત્યારબાદ સરહદ પર આવી ઘટનાઓ વધવાની આશંકા છે. જો કે ભારતે પોતાના જવાનોને બોર્ડર પર એલર્ટ કરી દિધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X