For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષોથી માથામાં નાખીએ છીએ આ તેલ, હકીકતમાં છે ઝેર!

વર્ષોથી માથામાં નાખીએ છીએ આ તેલ પણ હકીકતમાં છે ઝેર, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રફેસરે કર્યો દાવો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નારિયેળના આયુર્વેદિક લાભને પગલે આપણે વર્ષોથી કોપરેલના તેલને પસંદ કરતા આવ્યા છીએ. વાળ અને ચહેરા માટે નારિયેળના તેલને અતિ ફાયદાકાર માનવામાં આવે છે, ઉપરાંત વિવિધ પકવાનોમાં પણ નારિયેળના તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારતના રાજ્યોમાં તો દરેક સમસ્યાનો તોળ નારિયેળના તેલને જ માનવામાં આવે છે. પોતાના ગુણોને લઈને પ્રચલિત આ નારિયેળના તેલને તાજેતરમાં જ હાવર્ડ યુનિવર્સિટિના પ્રોફેસરે ઝેર ગણાવ્યું છે. પ્રોફેસર કરીન મિશલ્સે આ તેલને પ્યોર ઝેર ગણાવ્યું. આ પણ વાંચો- કોકોનટ સુગર શું છે? નાળિયેર સુગરના 10 આરોગ્ય લાભો

નારિયેળના તેલમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધુ હોય

નારિયેળના તેલમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધુ હોય

પોતાના ગુણોથી સુપરફૂડનું સ્ટેટસ મેળવી ચૂકેલ નારિયેળના તેલને હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કરીન મિશેલ્સે ઝેર ગણાવ્યું. મિશેલ્સ મુજબ નારિયેળનું તેલ કોઈ ઝેરથી ઓછું નથી અને આ તેલ ખાવાથી હ્રદય સંબંધિત બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. નારિયેળના તેલમાં બાકી ચીજોના મુકાબલે સેચ્યૂરેટેડ એટલે કે સંતૃપ્ત ફેટનું પ્રમાણ વધુ હોય છે. માખણમાં તેનું પ્રમાણ 63 ટકા હોય છે અને પોર્કમાં 39 ટકા હોય છે જ્યારે નારિયેળમાં સેચ્યૂરેટેડ ફેટ 80 ટકા હોય છે.

હ્રદય સંબંધિત બીમારી થઈ શકે

હ્રદય સંબંધિત બીમારી થઈ શકે

મિશેલ્સે કહ્યું કે, 'ડાયેટમાં સેચ્યૂરેટેડ ફેટ વધુ પ્રમાણમાં લેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કેમ કે આનાથી ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જે વધવાથી હ્રદય સંબંધિત બીમારીઓ થવાનો ખતરો પણ વધી જતો હોય છે. માટે એવું માનવામાં આવે છે કે નારિયેળનું તેલ હ્રદય માટે સારું નથી.' મિશેલ્સે નારિયેળના તેલને ઝેર ગણાવ્યું, ત્યાં હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિકે હેલ્થના ડૉક્ટર વૉલ્ટર સી વિલેટે કહ્યું કે નારિયેળ એટલું પણ ખરાબ નથી. વિલેથે કહ્યું કે નારિયેળ એચડીએલ કોલેસ્ટ્રોલને બૂસ્ટ આપે છે.

જાણો લોકોએ શું કહ્યું

જાણો લોકોએ શું કહ્યું

વિલેટે કહ્યું કે નારિયેળનું તેલ એચડીએલને બૂસ્ટ જરૂર કરે છે, પરંતુ છતાં પણ આ સૌથી સ્વસ્થ વિકલ્પ છે. સોશિયલ મીડિયા પર પ્રોફેસર કરીન મિશેલ્સે નારિયેળના તેલને ઝેર ગણાવતાં સોશિયલ મીડિયા પર યૂઝર્સે પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. જ્યાં કેટલાક લોકો આ માહિતીથી હેરાન છે કે નારિયેળનું તેલ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે, જ્યારે કેટલાક લોકોએ મિશેલ્સના તથ્યને માનવાનો ઈનકાર કરી દીધો. કેટલાક ભારતીયોએ મિશેલની વાત પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વર્ષોથી નારિયેળનું તેલ વાપરતા આવ્યા છે અને આજે પણ સ્વસ્થ છે.

English summary
Harvard Professor Calls Coconut Oil 'Pure Poison', Says It Increases Cholesterol And Is Bad For Our Hearts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X