For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાંસીના માંચડે ચડી ગઇ દેશની પ્રથમ મહિલા જવાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hanging
જલપાઇગુડી, 15 મે: પશ્વિમ બંગાળના જલપાઇગુડી જિલ્લાની એક હોસ્પિટલના કેબિનમાં સ્થાનિક સેનાની પ્રથમ મહિલા જવાન શાંતિ તિગ્ગાને આજે ફાંસીએ લટકેલી જોવા મળી હતી. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ શાંતિ તિગ્ગાને થોડા દિવસો પહેલાં અહીં દાખલ કરવામાં આવી હતી. તે સ્થાનિક સેનાની 969 રેલવે એન્જીનિયરિંગ રેજિમેન્ટ સાથે જોડાયેલી હતી. તેમને અલિપુરદ્વાર રેલવે હોસ્પિટલના એક કેબિનમાં રૂમાલ વડે ફાંસીએ લટકેલી જોવા મળી હતી.

કેટલાક અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કરી ચાલ્સા નજીક તેને આખી બાંધી રાખી હોવાથી તેને ગત અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે 11 મેના રોજ ડ્યૂટી બાદ સાંજે 37 વર્ષીય શાંતિ તિગ્ગાનું અપહરણ કરવામાં આવ્યું હતું.

બીજા દિવસે સવારે શાંતિ તિગ્ગા રેલવેના પાટા નજીક એક થાંભલા સાથે બાંધેલી જોવા મળી હતી અને તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી. પોલીસે જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ તેને શારીરિક નુકસાન પહોંચાડ્યું ન હતું.

English summary
Shanti Tigga, the Territorial Army's first woman jawan, was on Tuesday found hanging inside her cabin in a hospital in Jalpaiguri district where she was admitted a few days ago, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X