IndiGo Flight Crisis: સતત નવમા દિવસે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો ચાલુ, મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં ચાલી રહેલી અવ્યવસ્થા બુધવારે 10 ડિસેમ્બરે નવમા દિવસે પણ ચાલુ રહી. 2 ડિસેમ્બરથી શરૂ થયેલા આ સંકટ બાદ ઉડ્ડયન રદ્દીકરણ સતત વધી રહ્યું છે. સરકારે શરૂઆતમાં એરલાઇનની કામગીરીમાં 5% ઘટાડવાનો આદેશ આપ્યો હતો અને થોડા કલાકો પછી તેને વધારીને 10% કરી દીધો.
જો કે, મુસાફરોની મુશ્કેલીઓમાં કોઈ સ્પષ્ટ રાહત જોવા મળી નથી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવેલી તસવીરોમાં મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરો જોવા મળ્યા, જેઓ કલાકોથી ફ્લાઇટના અપડેટની રાહ જોઈ રહ્યા હતા.

આ ઇન્ડિગો સંકટ વચ્ચે પાયલટોના સંગઠન એરલાઇન પાયલટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA) એ ડીજીસીએ (DGCA) દ્વારા અપાયેલી છૂટછાટ પર ગંભીર સુરક્ષા પ્રશ્નો ઉભા કર્યા છે. ALPA એ જણાવ્યું કે ડીજીસીએએ ઇન્ડિગોને FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ) નિયમોમાં એક વખતના છૂટછાટ આપી છે, જે પાયલટની થાક અને વિમાન સુરક્ષા બંને માટે જોખમી છે.
ALPA ઇન્ડિયાના મહાસચિવ કેપ્ટન અનિલ રાવે ANI સાથે વાત કરતા જણાવ્યું કે, ઉડાનોની માંગ પૂરી કરવા માટે સુરક્ષા સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં. ડીજીસીએ દ્વારા કામચલાઉ છૂટછાટ આપવી તે નિયમોમાં બેવડા માપદંડ સમાન છે અને તેનાથી ઉડ્ડયન સુરક્ષા પર જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિને જોતા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી કે ઇન્ડિગોએ તેની દૈનિક ઉડાનોમાં 10% ઘટાડો કરવો પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે એરલાઇન તમામ ગંતવ્યોને સેવા આપવાનું ચાલુ રાખશે, પરંતુ કામગીરી ઘટાડીને સ્થિરતા લાવવામાં આવશે. ANI ના અહેવાલ મુજબ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા, કોચી, ગોવા અને લખનઉ જેવા મોટા એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ વિલંબ અને રદ્દીકરણની ગંભીર અસર જોવા મળી છે.
એરપોર્ટ્સે મુસાફરોને ફ્લાઇટ રદ થવાની જાણ 6 કલાક અગાઉથી કરવાનું શરૂ કરી દીધું છે, જેથી તેઓ બિનજરૂરી રીતે એરપોર્ટ પર ન પહોંચે. ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ દ્વારા કરાયેલા અચાનક નિરીક્ષણમાં આ ખરાબ અસર સ્પષ્ટપણે જોવા મળી. મંત્રાલયના સંયુક્ત સચિવ મધુ સૂદન શંકરે માહિતી આપી કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને "આખી સિસ્ટમમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સતત સુધરી રહી છે."
મંગળવારે, ઘણા સિવિલ એવિએશન અધિકારીઓએ દેશભરના એરપોર્ટ પર અચાનક નિરીક્ષણ કર્યા. અધિકારીઓએ એટીસી, એરપોર્ટ ઓપરેટરો, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત તમામ હિતધારકો સાથે વાતચીત કરી. આ દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું કે ઇન્સ્ટોલેશન, કામગીરી અને મુસાફરોની સુવિધા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. સંકટ વધુ ગંભીર બન્યા બાદ હવે સંસદની સ્થાયી સમિતિએ ALPA ઇન્ડિયાને બોલાવ્યા છે.
આ સમિતિ પાયલટોની ચિંતાઓ જેવી કે રોસ્ટર નિયમો, ડ્યુટી ટાઈમ, થાક અને સુરક્ષા જોખમો સાંભળવા માટે તૈયાર છે. ALPA ઇન્ડિયાના નિવેદન મુજબ, અમને FDTL ઉલ્લંઘન, ડ્યુટી-ટાઇમ ઉલ્લંઘન અને ઓપરેશનલ તણાવ પર અમારી વાત સંસદ સમિતિ સમક્ષ રાખવા માટે સત્તાવાર રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે."
ઈન્ડિગો દાવો કરી રહ્યું છે કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ સતત નવ દિવસથી ચાલુ રદ્દીકરણ અને વિલંબથી મુસાફરો ભારે પરેશાન છે. નિષ્ણાતોનું માનવું છે કે પાયલટ રોસ્ટર, સ્ટાફની અછત અને શેડ્યુલના ગેરવહીવટ જેવી સમસ્યાઓ હલ કર્યા વિના પરિસ્થિતિને સંપૂર્ણપણે સામાન્ય થવામાં વધુ સમય લાગી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
