IndiGo Emergency Landing : અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
IndiGo Emergency Landing : નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં મોટો અકસ્માત ટળ્યો છે. પાયલટની સૂઝબૂઝથી 272 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચ્યા છે.
મંગળવારે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (નંબર 6E812) માં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.

ટેક-ઓફ થયાના થોડા સમય બાદ જ વિમાન પક્ષી સાથે અથડાયું, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને જોતા પાયલટે તુરંત જ સમજદારી વાપરીને નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
વિમાનના આગળના ભાગને નુકસાન થયું હોવા છતાં પાયલટની કુશળતાને કારણે 272 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ટક્કર બાદ થોડીવાર માટે વિમાન અસ્થિર બન્યું હતું, જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ પાયલટની સમયસરની કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી ગઈ.
નાગપુર એરપોર્ટના વરિષ્ઠ નિર્દેશક આબિદ રૂહીએ જણાવ્યું કે, આ ઘટના સંભવત બર્ડ સ્ટ્રાઈકને કારણે બની છે અને તેની તપાસ ચાલી રહી છે. હાલ આ ઘટના અંગે એરલાઈન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.












Click it and Unblock the Notifications
