ઈદ્રાણી મુખર્જીના નિવેદનના કારણે ચિદમ્બરમ પર કસાયો ગાળિયો, જાણો કેવી રીતે?
INX મીડિયાના પ્રમોટર ઈંદ્રાણી મુખર્જીના સરકારી સાક્ષી બન્યા બાદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધતી ગઈ અને પછી કેસ ધરપકડ સુધી પહોંચી ગયો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અને દેશની એજન્સીઓ વચ્ચે હાલમાં સંતાકૂકડીની રમત રમાઈ રહી છે. INX મીડિયા કેસમાં ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. તે આનાથી બચવા માટે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખખડાવી રહ્યા છે. આ દરમિયાન ઈડીએ ચિદમ્બર સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યુ છે. આ સમગ્ર કેસમાં INX મીડિયાના પ્રમોટર ઈંદ્રાણી મુખર્જીના સરકારી સાક્ષી બન્યા બાદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધતી ગઈ અને પછી કેસ ધરપકડ સુધી પહોંચી ગયો છે.

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બર પર લાગ્યા આ આરોપ
સીબીઆઈની પ્રાથમિકીના આધારે એક PMLAનો કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે INX મીડિયાને 2007માં 305 કરોડ રૂપિયાનુ વિદેશી ધન મેળવવામાં એફઆઈપીબીની મંજૂરીમાં અનિયમિતતા કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ હતા. ત્યારબાદ ઈડીએ કહ્યુ કે તેમને તપાસમાં માલુમ પડ્યુ કે એફઆઈપીબીની મંજૂરી માટે આઈએનએક્સ મીડિયાના પીટર અને ઈંદ્રાણી મુખર્જીએ પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી જેથી તેમના આવેદનમાં કોઈ પ્રકારનો વિલંબ ન થાય. આ રીતે જે રૂપિયા સંબંધિત એકમોને મળ્યા તે ગેરકાયદેસર રીતે એએસસીપીએલમાં લગાવી દેવામાં આવ્યા.

ઈંદ્રાણી બની સરકારી સાક્ષી
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આ કેસમાં આરોપી ઈંદ્રાણી મુખર્જી સરકારી સાક્ષી બની ગઈ. ઈંદ્રાણી પોતાની જ દીકરી શીના બોરાની હત્યા માટે મુંબઈની બાઈકુલા જેલમાં બંધ છે. ઈંદ્રાણી મુખર્જીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે INX મીડિયાની અરજી ફૉરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) પાસે હતી, આ દરમિયાન તેમણે પતિ પીટર મુખર્જી અને કંપનીના એક વરિષ્ઠ અધિકારી સાથે પૂર્વ નાણામંત્રીની ઓફિસ નૉર્થ બ્લોકમાં જઈને મુલાકાત કરી હતી. પીટરે ચિદમ્બરને કહ્યુ હતુ કે INX મીડિયાની અરજી એફઆઈડી માટે છે અને તેણે અરજીની પ્રત પણ તેમને સોંપી.
આ પણ વાંચોઃ ખરાબ અંગ્રેજી ગ્રામરને કારણે થઈ શકે છે તમારુ બ્રેકઅપ

ચિદમ્બરમે પીટર પાસે માંગી હતી લાંચ
ઈંદ્રાણીએ કહ્યુ કે એફઆઈપીબીની મંજૂરા બદલે ચિદમ્બરમે પીટરને કહ્યુ કે તેમના દીકરા કાર્તિના બિઝનેસમાં મદદ કરવી પડશે. જો કે ઈંદ્રાણીએ પી ચિદમ્બરને કેટલી રકમ લાંચ તરીકે આપી તેનો ખુલાસો થયો નથી.

કાર્તિ ચિદમ્બરમ પણ જામીન પર છે
ઈંદ્રાણીએ ઈડીને જણાવ્યુ કે કાર્તિ સાથે તેમની અને પીટરની મુલાકાત દિલ્લીની એક હોટલમાં થઈ. કાર્તિએ આ કેસ ઉકેલવા માટે 10 લાખ રૂપિયા લાંચ તરીકે માંગ્યા. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ કેસમાં તેમના પુત્ર કાર્તિની પણ ધરપકડ કરી હતી અને હાલમાં જામીન પર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
