Indus Water Treaty: પાકિસ્તાન જતુ ભારતનુ પાણી જલ્દી રોકવા પર કામ શરૂ

ભારતે સિંધુ જળ સમજૂતી હેઠળ પાકિસ્તાન તરફ વહેતુ ભારતના ભાગનું પાણી રોકવા માટે પ્રાથમિકતા સાથે કામ શરૂ કરી દીધુ છે.

ભારતે સિંધુ જળ સમજૂતી હેઠળ પાકિસ્તાન તરફ વહેતુ ભારતના ભાગનું પાણી રોકવા માટે પ્રાથમિકતા સાથે કામ શરૂ કરી દીધુ છે. બુધવારે આ અંગેની માહિતી જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતે આપી છે. મોદી સરકાર છેલ્લા કાર્યકાળમાં આ અંગેના સંકેત આપી ચૂક્યા હતા પરંતુ હવે તેના પર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વહેલી તકે પાણી રોકવા ઈચ્છે છે સરકાર

વહેલી તકે પાણી રોકવા ઈચ્છે છે સરકાર

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યુ છે કે સિંધુ જળ સમજૂતી હેઠળ ભારતના ભાગનું ઘણુ બધુ પાણી અત્યારે પાકિસ્તાન તરફ વહી જાય છે. તેમના જણાવ્યા મુજબ રાવી, બિયાસ અને સતલજ નદીઓના કેચમેન્ટ એરિયાની પાણી આખુ વર્ષ પાકિસ્તાનમાં વહેતુ રહે છે. તેમણે કહ્યુ કે આવી પાણીની બરબાદી રોકવા માટે અમે હાઈડ્રોલોજિકલ અને ટેકનોફિઝિબિલિટી સ્ટડીઝ પર કામ કરી રહ્યા છે. અમે નિર્દેશ આપ્યા છે કે આ કામ વહેલી તકે પૂરુ કરવુ જોઈએ જેથી અમે આને જલ્દી લાગુ કરી શકીએ.

આપણા ભાગનું બધુ પાણી રોકી દેશે સરકાર

ભારત સરકારના જળ શક્તિ મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે આર્ટિકલ 370ના મહત્વપૂર્ણ ભાગને ખતમ કરાયા બાદ પાકિસ્તાન અકળાયેલુ છે અને દુનિયાભરમાં ફરી ફરીને કાશ્મીરના ગાણા ગાઈ રહ્યુ છે. પરંતુ લાગે છે કે હવે મોદી સરકારે પાકિસ્તાનનો ગાળિયો કસવા માટે તૈયારી પૂરી કરી લીધી છે. શેખાવતે સ્પષ્ટ કર્યુ છે, ‘જે આપણા ભાગનું પાણી છે, એવુ બધુ પાણી જે આપણા ભાગનું છે. આખુ વર્ષ વહીને પાકિસ્તાન જાય છે... વરસાદના સમયમાં પણ જાય છે... એ બધુ આપણે કઈ રીતે ડાયવર્ટ કરીને પોતાના ખેડૂતો માટે, પોતાના ઉદ્યોગો માટે વિજળી પેદા કરવા માટે અને પોતાના નાગરિકોને પીવાના પાણી માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ... આના પર અમે પ્રાથમિકતા સાથે કામ કરી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે ગયા મેમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન તરફથી સતત ચાલી રહેલ આતંકવાદના સમર્થનને જોતા ભારત પાકિસ્તાન તરફ વહેતા ભારતની નદીઓના પાણીને રોકવાની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યુ છે. હાલમાં જ મોદીના વધુ એક મંત્રી અર્જૂનરામ મેઘવાળે પણ કહ્યુ હતુ કે આવનારા સમયમાં સિંધુ નદીનું પાણી તે રાજસ્થાનના બિકાનેર જેવા જિલ્લાઓ સુધી લઈને આવશે.

1960માં થઈ હતી સિંધુ જળ સંધિ

1960માં થઈ હતી સિંધુ જળ સંધિ

સિંધુ જળ સમજૂતી પર 1960માં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતી મુજબ પૂર્વ ભાગની ત્રણ નદીઓ રાવી, બિયાસ અને સતલજ પર ભારતનો અધિકાર છે. આના બદલે ભારત પશ્ચિમી ભાગની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમના જળને બેરોકટોક પાકિસ્તાનમાં વહેવા દેશે. સમજૂતી મુજબ ભારત પશ્ચિમી ભાગની નદીઓના જળનો પણ ઉપયોગ કરી શકે છે પરંતુ એ રીતે પાકિસ્તાનને તેનાથી કોઈ નુકશાન ન થાય. ભારતએ નદીઓના પાણીનો ઘરેલુ ઉપયોગ અને સિંચાઈ અને વિજળી પેદા કરવા માટે પણ કરી શકે છે પરંતુ શરત એ કે તે સમજૂતી મુજબ હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X