INSAT-3DS Mission : શું છે ઈસરોનું નવુ મિશન INSAT-3DS? જાણો ક્યારે લોંચ થશે?
ચંદ્રયાન-3 ને ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ અને ત્યારબાદ આદિત્ય એલ-1 જેવા મિશનથી અવકાશમાં ઝંડો લહેરાવનારી ઈસરો હવે બહુ જલ્દી INSAT-3DS મિશન લોંચ કરવા જઈ રહી છે.
ISRO બહુ જલ્દી વધુ એક ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. નવુ મિશન INSAT-3DS આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં તૈનાત કરવામાં આવ્યું છે અને 17 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

INSAT-3DS મિશનનો ઉદ્દેશ હવામાન અને આપત્તિ ચેતવણીની માહિતી પ્રદાન કરવાનો છે. તે સંપૂર્ણપણે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ સ્થિતિમાં GSLV-F14 પર લોન્ચ થનારા મિશન સાથે ભારત તેની હવામાન ક્ષમતાઓને વધારવા માટે તૈયાર છે.
ISROના આ 16મા મિશનમાં જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLV)નો હેતુ જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO)માં INSAT-3DS હવામાન ઉપગ્રહને તૈનાત કરવાનો છે. ISRO તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 17 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગ્યે લોન્ચ કરશે.
જણાવી દઈએ કે, આ ઉપગ્રહ છ-ચેનલ ઇમેજર અને ઇન્ફ્રારેડ સાઉન્ડર સહિત ઘણા ખાસ સાધનોથી સજ્જ છે, જે હવામાનની પેટર્ન પર નજર રાખવા, ચક્રવાતને શોધવા અને કુદરતી આફતો દરમિયાન સંચારમાં મદદ કરવા માટે જરૂરી છે.












Click it and Unblock the Notifications
