કરુણાનિધિના ઘરમાં ઘુસી બુકાનીધારીએ પત્ની પર તાકી બંદૂક: DMK

Written By:
Subscribe to Oneindia News

ડીએમકે ના ચીફ કરુણાનિધિ ના ઘરની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઇ છે. કરુણાનિધિના ઘરે એક બુકાનીધારી વ્યક્તિ ઘુસી આવ્યો હતો. ડીએમકેના નેતા પ્રાણથમને આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, બુકાનીધારીએ ઘરમાં ઘુસી તેમની પત્ની પર બંદૂક તાકી દીધી હતી. જો કે, આ અંગે હજુ વધુ જાણકારી નથી મળી, પરતુ આ ઘટનાએ કરુણાનિધિના ઘરની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ચોક્કસ ઊભા કર્યા છે.

karunanidhi

હાઇ પ્રોફાઇલ નેતાના ઘરે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે, ત્યાં કોઇ અજ્ઞાત વ્યક્તિ બંદૂક સાથે ઘરની અંદર ઘૂસી આવે તે ચિંતાજનક કહેવાય. ઘરના અંદર ઘૂસી આવેલા આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેના હાથમાં સાચી નહીં, પરંતુ રમકડાની બંદૂક હતી અને કિંમતી વસ્તુઓની ચોરી કરવા તે ઘરની અંદર ઘૂસ્યો હતો.

અહીં વાંચો - શશિકલાએ જયલલિતાના છેલ્લા શબ્દો અંગે કર્યો ખુલાસો

આ બુકાનીધારી ચોરની ઓળખ રાજેન્દ્ર પ્રસાદ તરીકે કરવામાં આવી છે, તે બેંગ્લુરૂનો રહેવાસી છે. કરુણાનિધિના પત્ની રાજાથી અમ્મલે એલાર્મ વગાડતાં તેને તરત ઝડપી લેવાયો હતો. પ્રારંભિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ પહેલાં પણ તેની સામે આવા નાના-મોટા કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ તેનો પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

English summary
There was a security breach at Mr. Karunanidhi's house, a masked man entered house and pointed gun at his wife.
Please Wait while comments are loading...