મનીષ સિસોદિયાની પુરપરછ શરૂ, કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું-ભગવાન તમારી સાથે છે
આબકારી કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈ ફરીથી પુછપરછ કરી રહી છે. હાલ મનીષ સિસોદિયાની પુછપરછ શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્હી : દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં ભારે હંગામા બાદ હવે ફરીથી એક વખત આબકારી કૌભાંડનું ભુત ધુણ્યું છે. આબકારી કૌભાંડને લઈને સીબીઆઈએ હવે ફરીથી મનીષ સિસોદિયાને પુછપરછ માટે બોલાવ્યા છે. મનીષ સિસોદિયાને પુછપરછ માટે બોલાવતા હવે ફરીથી રાજનીતિ તેજ થઈ ગઈ છે.

સીબીઆઈ હેડક્વાર્ટર પૂછપરછ માટે જતા પહેલા મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, થોડા મહિના જેલમાં રહેવું પડે તો પણ મને કોઈ પરવા નથી. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાના સમર્થનમાં ટ્વીટ કર્યું અને લખ્યું, ભગવાન મનીષ તમારી સાથે છે. લાખો બાળકો અને તેમના માતા-પિતાના આશીર્વાદ તમારી સાથે છે. જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાઓ છો ત્યારે જેલમાં જવું એ અભિશાપ નથી, ગૌરવ છે.
કેજરીવાલે આગળ જણાવ્યુ કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દીથી જેલમાંથી પાછા ફરો. બાળકો, માતા-પિતા અને અમે બધા દિલ્હી તમારી રાહ જોઈ રહ્યા છીએ. જે દેશમાં ગરીબ બાળકોને સારું શિક્ષણ આપનારાઓ અને તે બાળકોનું ભવિષ્ય ઘડનારાઓ જેલમાં હોય અને અબજોનું કૌભાંડ કરનારા વડાપ્રધાનના નજીકના મિત્રો હોય તે દેશમાં કેવી રીતે પ્રગતિ થશે?
भगवान आपके साथ है मनीष। लाखों बच्चों और उनके पेरेंट्स की दुआयें आपके साथ हैं। जब आप देश और समाज के लिए जेल जाते हैं तो जेल जाना दूषण नहीं, भूषण होता है। प्रभू से कामना करता हूँ कि आप जल्द जेल से लौटें। दिल्ली के बच्चे, पैरेंट्स और हम सब आपका इंतज़ार करेंगे। https://t.co/h8VrIIYRTz
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2023
અહીં તમને જણાવી દઈએ કે, આજે મનીષ સિસોદિયા ઘરની બહાર આવ્યા ત્યારે તેમણે વિક્ટ્રી સાઈન દેખાડતા જોવા મળ્યા અને હસતા જોવા મળ્યા હતા. અહીં AAP સમર્થકોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. મનીષ સિસોદિયા જતા પહેલા રાજઘાટ પહોંચ્યા અને લાંબા સમય સુધી અહીં ધ્યાન કર્યું. તે અહીં આંખો બંધ કરીને બેઠા હતા. મનીષ સિસોદિયા સાથે AAP સાંસદ સંજય સિંહ પણ હાજર હતા.
સીબીઆઈ હેડક્વાર્ટર જતા પહેલા મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કર્યું અને લખ્યું કે, આજે હું ફરીથી સીબીઆઈ જઈ રહ્યો છું, હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે છે. જો મારે થોડા મહિના જેલમાં રહેવું પડે તો મને વાંધો નથી. તેઓ ભગતસિંહના અનુયાયી છે, ભગતસિંહને દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.
आज फिर CBI जा रहा हूँ, सारी जाँच में पूरा सहयोग करूँगा. लाखों बच्चो का प्यार व करोड़ो देशवासियो का आशीर्वाद साथ है
— Manish Sisodia (@msisodia) February 26, 2023
कुछ महीने जेल में भी रहना पड़े तो परवाह नहीं. भगत सिंह के अनुयायी हैं, देश के लिए भगत सिंह फाँसी पर चढ़ गए थे. ऐसे झूठे आरोपों की वजह से जेल जाना तो छोटी सी चीज़ है
સિસોદિયાએ આગળ કહ્યું કે, એવું ન વિચારો કે તમારા શિક્ષણ મંત્રી જેલમાં ગયા તો રજા છે, હવે એવું થવાનું નથી. હું બાળકોને કહેવા માંગુ છું કે હું તમારી પાસેથી અપેક્ષા મુજબ મહેનત કરો. ધ્યાનથી વાંચો. માતાપિતાને પરેશાન ન કરો. હું જેલમાં જઈ શકું છું પરંતુ હું તમામ માહિતી મેળવતો રહીશ. જો મને ખબર પડી કે મારા બાળકો અભ્યાસમાં બેદરકાર છે તો મને ખરાબ લાગશે. હું ખાવાનું બંધ કરી દઈશ. મહેનત સાથે અભ્યાસ કરવો પડશે. શાળાનું નામ નીચુ ન આવવા દો.












Click it and Unblock the Notifications
