INX Media Case: SCમાં સુનાવણી ચાલુ, ઈડીએ કહ્યું- ચિદમ્બરમને આગોતરા જામીન ન આપો

INX Media Case: SCમાં સુનાવણી ચાલુ, ઈડીએ કહ્યું- ચિદમ્બરમને આગોતરા જામીન ન આપો

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સાથે જોડાયેલ આઈએનએક્સ મીડિયા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થી રહી છે. ઈડીના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તઈ રહી છે, જ્યાં તપાસ એજન્સી પોતાનો જવાબ આપી રહી છે. અગાઉ સુનાવણી દરમિયાન ચિદમ્બરમે વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંધવીએ પોતાની દલીલો રાખી હતી અને ઈડીના આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.

p chidambaram

બુધવારે સુનાવણી દરમિયાન ઈડી તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સીલબંધ લિફાફામાં આપતાં કહ્યું કે કોર્ટ આ જોયા બાદ જ ચિદમ્બરમના આગોતરા જામીન પર ફેસલો આપે. આ મામલામાં સબૂત ઘણા સંવેદનશીલ છે, માટે તેને ચિદમ્બરમ સાથે શેર નથી કરી શકાતાં. તુષાર મેહતાએ કહ્યું કે અમારી પાસે સબૂત છે કે કાનૂન બન્યા બાદ પૈસાની લેણદેણ થઈ.

તુષાર મેહતાએ કહ્યું કે મની લોન્ડ્રિંગના મામલે સંપત્તિને સંબંધિત વિભાગ દ્વારા અટેચ કરવામાં આવે છે, આ મામલે પણ અમે તે જ કર્યું છે. કોર્ટમાં ઈડીએ ચિદમ્બરમની રિમાન્ડ માંગી છે. સુનાવણી દરમિયાન દલીલ આપતા એસજી તુષાર મેહતાએ કહ્યું કે ઈડી પાસે અધિકાર છે કે અમે આરોપીની ધરપકડ કરી શકે, હિરાસતમાં પૂછપરછ જરૂરી છે કે નહિ, તેનો ફેસલો કોર્ટ કરે. તેમણે કહ્યું કે અમારી પાસે જે સબૂત છે તેમાં વિદેશી બેંકોથી મળેલ જાણકારી પણ છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. જે બાદ તેમને પાંચ દિવસની સીબીઆઈ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. રિમાન્ડ ખતમ થવા પર બીજીવાર ચિદમ્બરમની કોર્ટમાં હાજરી થઈ હતી જે બાદ તેમને 30 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં પૂછપરછ કરવા માટે ઈડી પણ ચિદમ્બરમની કસ્ટડી માંગી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઈ સુનાવણી ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X