ચિદમ્બરમ પર લટકી ધરપકડની તલવાર, કોર્ટમાં હવે શુક્રવારે થશે સુનાવણી
દિલ્લી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે.
INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. દિલ્લી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પીટિશનની ખામીઓએ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે.

CJI કોર્ટ પહોંચ્યા સિબ્બલ, સુનાવણીની ન કરી માંગ
ચિદમ્બરમની ધરપકડથી બચવા માટેની આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અરજીકર્તાએ આગલી સવાર સુધી રાહ જોવી પડશે. જસ્ટીસ રમન્નાએ ચિદમ્બરની અરજી પર તત્કાલ સુનાવણીથી ઈનકાર કર્યો. તેમણે કહ્યુ કે આ કેસમાં લિસ્ટિંગ વિના સુનાવણી નહી કરી શકાય. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતાની અરજીને પણ દોષપૂર્ણ ગણાવી. ત્યારબાદ કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ અને વિવેક તનખા સીજેઆઈ કોર્ટમાં પહોંચ્યા જ્યારે અયોધ્યા કેસમાં સુનાવણી થઈ રહી હતી પરંતુ તેમણે સુનાવણીની માંગ ન કરી. એવામાં હવે આ કેસની આજે સુનાવણી થવાની આશા ઓછી બચી છે.

જસ્ટીસ રમન્નાએ કર્યો સુનાવણીથી ઈનકાર
આ પહેલા ચિદમ્બરમનો પક્ષ રાખતા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ક્યાંય ભાગી નથી રહ્યા તો લુકઆઉટ નોટિસ કેમ જારી કરવામાં આવી છે. જેના પર જસ્ટીસ રમન્નાએ કહ્યુ કે અદાલત માત્ર કેસની લિસ્ટીંગ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યુ કે અરજીકર્તાની અરજીમાં ખામીઓ છે અને તેના ઠીક થયા બાદ જ લિસ્ટીંગ માટે મોકલી શકાય છે. જસ્ટીસ રમન્નાએ કહ્યુ, ‘આનાથી વધુ અને કંઈ ન કરી શકીએ. અરજીકર્તાએ કમસે કમ કાલ સવાર સુધી રાહ જોવી જ પડશે.'

ચિદમ્બર પર લટકી ધરપકડી તલવાર
વાસ્તવમાં આગોતરા જામીનની અરજી હાઈકોર્ટમાંથી ફગાવી દીધા બાદ ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. થોડી રાહત માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રીને રાહત નથી મળી. વળી, ઈડી દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરાયા બાદ ધરપકડની તલવાર લટકી રહી છે. સીબીઆઈની ટીમ મંગળવારથી ઘણી વાર દિલ્લી સ્થિત તેમના આવાસ પર જઈ ચૂકી છે પરંતુ હજુ સુધી આ ખબર નથી પડી શક્યુ તે ચિદમ્બરમ ક્યાં છે.












Click it and Unblock the Notifications
