સુપ્રીમ કોર્ટનો આદેશ, સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ નહિ કરી શકે ઈડી

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ સીબીઆઈના રિમાન્ડ પર છે. જો કે તેમને ઈડી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ કેસમાં ધરપકડથી રાહત મળી ગઈ છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ સીબીઆઈના રિમાન્ડ પર છે. જો કે તેમને ઈડી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ કેસમાં ધરપકડથી રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આગામી સુનાવણી સુધી ઈડી ચિદમ્બરમની ધરપકડ નહિ કરી શકે. આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડીની ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

chidambaram

હવે ઈડી અને સીબીઆઈના કેસો પર 26 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સીબીઆઈ કેસમાં ચિદમ્બરની આગોતરા જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 26 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે કારણકે તે સોમવાર સુધી સીબીઆઈના રિમાન્ડ પર છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં ગુરુવારે હાજર થયા બાદ તેમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા. જો કે ઈડીએ ધરપકડમાંથી રાહત આપવાનો વિરોધ કર્યો અને કહ્યુ કે અમને વિદેશમાં 10 પ્રોપર્ટી, 17 બેંક અકાઉન્ટ મળ્યા છે જે ચિદમ્બરમ સાથે જોડાયેલા છે. આ કંપનીઓમાંથી ચૂકવણી આરોપીના નજીકનાઓને કરવામાં આવી છે. એવામાં કસ્ટોડિયલ પૂછપરછ વિના આ કેસમાં ભાંડાફોડ ન થઈ શકે.

ઈડીએ કહ્યુ કે તેમની પાસે ધરપકડના કારણ પણ છે. એસજી તુષાર મહેતા અદાલતને અમુક દસ્તાવેજ આપવા ઈચ્છતા હતા જેને ઈડી દ્વારા એકઠા કરવામાં આવ્યા છે. પરંતુ સિબ્બલ અને સિંઘવીએ આના પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ કે પહેલા હાઈકોર્ટમાં આ જ થયુ હતુ. જ્યારે સુપ્રીમ કોર્ટે દસ્તાવેજ ન સ્વીકાર્યા અને કહ્યુ કે જે કંઈ પણ છે તે સોમવારે લઈને આવો. પૂર્વ નાણાં અને ગૃહમંત્રી પી ચિદમ્બરની સીબીઆઈએ બુધવારે રાતે આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલા મની લૉન્ડ્રીંગ કેસમાં ધરપકડ કરી. આ કેસ ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. હજુ સુધી ચિદમ્બરમને કોર્ટમાંથી રાહત મળી હતી. મંગળવારે દિલ્લી હાઈકોર્ટમાંથી આગોતરા જામીનની અપીલ ફગાવી દેવાયા બાદ નાટકીય ઢંગથી ચિદમ્બરમની ધરપકડ થઈ જેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X