IPL 2024 : ધોનીના ફેન્સ માટે મોટા સમાચાર, જાણો આઈપીએલમાં રમશે કે નહીં?
આઈપીએલ 2024 ને લઈને એક પછી એક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે એમએસ ધોનીના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLમાં વધુ એક વખત સિક્સરોનો વરસાદ કરશે. 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની કપ્તાનીમાં ચેમ્પિયન બનાવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર IPL માટે મેદાને ઉતરશે.

મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં ચેન્નાઈ તરફથી રમતા જોવા મળશે. ચેન્નાઈની ટીમ ધોનીની કપ્તાનીમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છશે.
આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ચાહકોના મનમાં આ સવાલ હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સંપૂર્ણપણે ફિટ છે અને IPL 2024 રમવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે, ધોની IPLની આખી આગામી સિઝન રમશે. તેમણે પોતે આઈપીએલ 2023ના અંતે કન્ફર્મ કર્યું છે કે તે આવતા વર્ષે આઈપીએલ રમવા માંગે છે. ધોનીએ કહ્યું હતું કે તે તેના ચાહકો માટે વર્ષ 2024માં IPL રમશે. ધોનીએ અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. IPL 2024 ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. આથી જ તે આ સિઝનમાં ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવા માંગે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેના જૂના ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચેન્નાઈની ટીમે મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખવાનું કામ કર્યું છે. અને તેણે કેટલાક ખેલાડીઓને મુક્ત કર્યા છે. બેન સ્ટોક્સ પોતે IPLમાંથી ખસી ગયો છે.
બીજી તરફ અંબાતી રાયડુએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સને કેટલાક નવા ખેલાડીઓ ઉમેરવા પડશે. ચેન્નાઈની ટીમ આઈપીએલ માટે મિની ઓક્શનમાં શાર્દુલ ઠાકુર, મનીષ પાંડે અને રચિન રવિન્દ્ર જેવા ખેલાડીઓ પર દાવ લગાવવા ઈચ્છશે.












Click it and Unblock the Notifications
