આઇપીએલ સટ્ટાબાજીમાં અરબાઝ ખાન પછી સાજીદ ખાનનું નામ જોડાયું
આઇપીએલ સટ્ટાબાજીમાં અરબાઝ ખાનનું નામ સામે આવ્યા પછી હવે ફિલ્મ નિર્દેશક સાજીદ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.
આઇપીએલ સટ્ટાબાજીમાં અરબાઝ ખાનનું નામ સામે આવ્યા પછી હવે ફિલ્મ નિર્દેશક સાજીદ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. સટ્ટાબાજી આરોપમાં પકડવામાં આવેલા બુકી સોનુ જાલાન ઘ્વારા ઘણા બોલિવૂડ કલાકારોના નામનો ખુલાસો કર્યો છે. સોનુ જાલાન ઘ્વારા પોતાના નિવેદનમાં સાજીદ ખાનનું નામ લેવામાં આવ્યું છે. સાજીદ ખાન ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાનના ભાઈ છે. સાજીદ ખાન ઘણી હિટ ફિલ્મો બનાવી ચુક્યા છે. પરંતુ હવે તેમની મુસીબતો વધી શકે છે.

જાણકારી અનુસરે સોનુ જાલાન ઘ્વારા સાજીદ ખાનનું નામ લખવામાં આવ્યું છે. તેને જણાવ્યું કે સાજીદ ખાને 7 વર્ષ પહેલા સટ્ટાબાજી કરી હતી. પરંતુ હજુ સુધી આ બાબત સ્પષ્ટ નથી થઇ કે પોલીસે સાજીદ ખાનને સમન્સ મોકલ્યું છે કે નહીં.
અરબાઝ ખાન હાલમાં જ સટ્ટાબાજીના એક મામલામાં બુકી સોનુ જાલાનની ધરપકડ અને પૂછપરછ બાદ સટ્ટાબાજીના મામલામાં સમન જારી કર્યા છે. પોલિસની જાળમાં આવેલા સોનુ જાલાને પૂછપરછમાં અરબાઝનું નામ બતાવ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે બોલિવુડની ઘણી સેલિબ્રિટી બેટિંગમાં અલગ અલગ નામોથી પૈસા લગાવે છે.
Bookie Sonu Jalan has named Director Sajid Khan, has said, around 7 years ago Sajid used to place bets on cricket matches. Thane police is investigating into Sonu's claims but have not decided to summon Sajid for joining the investigation yet: Thane crime branch sources pic.twitter.com/Un0DjIShmj
— ANI (@ANI) June 5, 2018
તમને જણાવી દઈએ કે બુકી સોનુ જાલાનના તાર અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા છે. સોનુ જાલાન મેચોની સટ્ટાબાજીનું એક સૉફ્ટવેર ચલાવે છે. તે આ જ સૉફ્ટવેરની મદદથી મેચોની સટ્ટાબાજી કરે છે.












Click it and Unblock the Notifications
