For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Spot Fixing: વધુ 6 ક્રિકેટરોની સંડોવણી, આજે થશે ખુલાસો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મે: ક્રિકેટને શરમજનક સ્થિતીમાં મુકનાર સ્પૉટ ફિક્સિંગમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. મળતી માહિતી મુજબ રાજસ્થાન રોયલ્સના ખેલાડી શ્રીસંત, અજીત ચંદીલા, અને અંકીત ચૌહાણ ઉપરાંત વધુ 6 ક્રિકેટર છે જેમના નામ સટ્ટેબાજીમાં સામેલ છે. આ છ ખેલાડી ક્રિકેટની દુનિયાના મોટા નામ છે.

ટીવી ચેનલ આજતકના જણાવ્યા અનુસાર સ્પૉટ ફિક્સિંગમાં સામેલ છ ખેલાડી મુંબઇ ઇન્ડિયંસ, રોયલ ચેલેંજર્સ બેગ્લોર, રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેયરડેવિલ્સ ટીમના છે. જેમના નામ મીડિયાની સામે ક્રાઇમ બ્રાંચ ગમે ત્યારે લાવી શકે છે.

કહેવામાં તો એમપણ આવે છે કે ક્રાઇમ બ્રાંચ આઇપીએલ-6ની ફાઇનલની રાહ જોઇ રહી હતી જેથી આઇપીએલનું યુદ્ધ ખતમ થાય અને તે આરામથી આ મુદ્દાને મીડિયા સમક્ષ લાવી શકે.

ગુપ્તચર મીડિયા તંત્રનું માનીએ તો આજે ક્રાઇમ બ્રાંચ ક્રિકેટના કેટલાક જાણીત સ્ટારને તપાસ અંતગર્ત પૂછપરછ કરી શકે છે. બની શકે છે કે પૂછપરછના ઘેરામાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ પણ હોય શકે છે. આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહણી અને હરભજનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. જો કે ક્રાઇમ બ્રાંચે પૂછપરછ માટે કોઇને બોલાવ્યા છે કે નહી તે અંગે કોઇ ખુલાસો થયો નથી.

ipl-spot-fixing

જો કે તમને જણાવી દઇએ કે પૂછપરછના ઘેરામાં ધોની પત્ની સાક્ષી રાવત પણ છે કારણ કે સટ્ટેબાજીના આરોપમાં પકડાયેલા વિંદૂ દારા સિંહ આઇપીએલની મેચ દરમિયાન સાક્ષીની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. વિંદૂ દારા સિંહે કહ્યું હતું કે સાક્ષીએ પોતે તેમની બાજુમાં બેસવા માટે કહ્યું હતું. તો બીજી તરફ બીસીસીઆઇ ચીફના રાજીનામાની માંગણી સતત થઇ રહી છે પરંતુ બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસને રાજીનામું આપવાની મનાઇ કરી દિધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીસંતની ધરપકડથી હાલ ક્રિકેટ જગતમાં ખળભળાટ ફેલાઇ ગયો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા મોહંમદે કેટલાક ક્રિકેટ જગતના કેટલાક સ્ટારના નામ લીધા છે. તો બીજી તરફ પોલીસ એ અંગે તપાસ કરી રહી છે કે વિંદૂ દારા સિંહની જેમ કોઇ બૉલીવુડ સ્ટાર સટ્ટેબાજીમાં સામેલ છે કે નહી. પોલીસને કેટલાક લોકો પર શક છે કારણ કે આઇપીએલમાં લગભગ દરેક ટીમ સાથે કોઇને કોઇ બૉલીવુડ સેલિબ્રીટીનું કોઇના કોઇ રીતે સંપર્ક છે.

English summary
6 Indian Premier League (IPL) players are likely to be arrested said police., revealed some names of the players who were also involved in the spot-fixing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X