'મણિપુરમાં 3 દિવસ હતા અમિત શાહ, મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાની વાત ખબર ના પડે, એવુ શક્ય છે?'

Manipur violence: કોંગ્રેસે શુક્રવારે પૂછ્યું કે, ''એવુ કેવી રીતે શક્ય બને કે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટોળા દ્વારા જાહેરમાં નગ્ન પરેડ કરાવવાની બે મહિલાઓની ભયાનક ઘટનાની ખબર ના હોય.''

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પૂછ્યું, "અમિત શાહ ત્રણ દિવસ મણિપુરમાં રહ્યા હતા અને દાવો કર્યો કે તેઓ તમામ જૂથોને મળ્યા. તો એવુ કેવી રીતે શક્ય બને કે રાજ્યમાં શું થઈ રહ્યું છે તે કોઈએ તેમને કહ્યું નહીં? તેમને કેવી રીતે ખબર નહોતી કે મણિપુરમાં મહિલાઓ સાથે શું કરવામાં આવી રહ્યુ છે.''

Amit Shah

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે, ગુપ્તચર એજન્સી શું કરી રહી હતી? મુખ્યમંત્રી હવે કહે છે કે આવી સેંકડો ઘટનાઓ બની. શું તેમણે તે સમયે આ ઘટનાઓ અમિત શાહથી છુપાવી હતી? રાજ્યપાલ કેમ ચૂપ હતા?"

તમને જણાવી દઈએ કે અમિત શાહ 29 મે 2023ના રોજ મણિપુર પહોંચ્યા હતા અને 2 જૂન સુધી ત્યાં રોકાયા હતા. મહિલાઓને નગ્ન પરેડ કરવાની ઘટના 4 મે 2023ની છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું, "જો અમિત શાહને તેના વિશે ખબર હોત, તો તેમણે વડા પ્રધાનને જાણ કરી હોત, જેમણે ગુરુવારે જ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો પર આઘાત વ્યક્ત કર્યો હતો. શું શાહે દેશથી છુપાવ્યું? પીએમ મોદીએ આ ભયાનકતા વિશે સુપ્રીમ કોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધા પછી જ શા માટે વાત કરી?

તેમણે કહ્યું કે એવું ન હોઈ શકે કે મુખ્યમંત્રીએ શું થયું તેની જાણ ન હોય કારણ કે 18 મેના રોજ ઔપચારિક એફઆઈઆર નોંધવામાં આવી હતી. અહેવાલો સૂચવે છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ને આ ઘટનાની જાણ હતી પરંતુ તેણે તેને સાર્વજનિક ન કરવાનું અથવા ફરિયાદો પર પગલાં લેવાનું પસંદ ન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X