શું 17 મે બાદ લંબાશે લૉકડાઉન? PM મોદી આજે કરશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક

આજે પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે.

કોરોના વાયરસના વધતા કેસો બાદ હવે ફરીથી સૌના મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે શું 17 મે બાદ પણ લૉકડાઉન લંબાવાનુ છે? શું લૉકડાઉનની મર્યાદા 17 મે બાદ પણ વધારવામાં આવશે કે નહિ. બધાની નજરે આજે પ્રધાનમંત્રીના બધા રાજ્યો સાથે યોજાનારી બેઠક પર ટકેલી છે. આજે પીએમ મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે.

narendra modi

પીએમ મોદીની મહત્વની બેઠક

આજે લૉકડાઉન અને કોરોના વાયરસ અંગેની સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરશે. સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની આ મહત્વની બેઠકમાં લૉકડાઉન વિશે ચર્ચા થશે. આ બેઠક બપોરે 3 વાગે થશે. માનવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં લૉકડાઉન અને દેશમાં કોવિડ 19ની સ્થિતિ વિશે આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં લૉકડાઉનથી બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ વધારવા પર જોર આપવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.

પાંચમી વાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પ્રધાનમંત્રી

તમને જણૈાવી દઈએ કે આ લૉકડાઉન બાદ પાંચમી વાર છે જ્યારે પ્રધાનમંત્રી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરશે. વીડિયો કૉન્ફરન્સિંહ દ્વારા એક વાર ફરીથી પીએમ મોદી અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક થશે. સૂત્રોની માનીએ તો આ બેઠકમાં કોરોનાના રેડ ઝોનને ઓરેન્જ ઝોનમા અને ઓરેન્જ ઝોનને ગ્રીન ઝોનમાં બદલવા પર ચર્ચા થશે. લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ સમાપ્ત થવાના થોડા દિવસ પહેલા આ બેઠક થવાની છે. એવામાં આ બેઠક ખૂૂબ જ મહત્વની છે. આનાથી લૉકડાઉન લંબાવવા અને તબક્કાવાર રીતે તેમાંથી નીકળવાની દિશા નક્કી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X