For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીનું લોકસભામાં ભાષણ 2019ના ચૂંટણી પ્રચારનો એજન્ડા છે?

By Bhumishi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર 11 જૂનના રોજ લોકસભામાં ભાષણ આપીને રાજકારણીઓ સાથે દેશને પણ કેટલાક સળગતા મુદ્દાઓ પર મંથન કરવા માટે મજબૂર કરી દીધા છે. નરેન્દ્ર મોદીના ભાષણનું 'બિટ્વીન ધ લાઇન્સ' વિશ્લેષણ કરીને લાંબા ગાળાના વ્યૂહની રીતે વિચારીએ તો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ભાષણમાં પરોક્ષ રીતે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓના પ્રચાર માટેનો એજન્ડા આપી દીધો છે.

નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણીઓના પ્રચાર માટેના સાંકેતિક એજન્ડાની રજૂઆતમાં પણ ગુજરાત મોડેલનો ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં પણ વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીઓ બાદ તરત નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષ અને ત્યાર બાદ શું કરવામાં આવશે તે અંગેની સાંકેતિક રૂપરેખા આપી દીધી હતી.

આ રૂપરેખા અંતર્ગત સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે 'સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા' દ્વારા યુવાનોને ભાજપ સાથે જોડવાનો ગુહ્ય સંકેત પાર્ટીના કાર્યકરોમાં વહેતો કર્યો હતો. આ તૈયારી વિધાનસભા ચૂંટણી 2012 અને લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણને આગળ કરીને આવનારા પાંચ વર્ષોમાં પોતાની સરકાર શું કરશે, તે કરવા કઇ દિશામાં આગળ વધવામાં આવશે તે અંગેનો રોડ મેપ દર્શાવી દીધો છે. નરેન્દ્ર મોદીના ભાષણમાં ગરીબો, યુવાનો, મહિલાઓ, રોજગાર, પ્રાથમિક સુવિધા, વિકાસ અને ઉદ્યોગો જેવા સર્વાંગી મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ મુદ્દાઓમાં તેમણે 2019ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કયા વર્ગને કેવી રીતે ટાર્ગેટ કર્યા છે તે જોઇએ.

અહીં એ પણ નોંધનીય છે કે વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ જણાવી દીધું હતું કે આ પાંચ વર્ષ અમે જે ખોટા કામ થયા છે તેને સુધારવાનું કામ કરીશું. ત્યાર બાદના પાંચ વર્ષમાં અમે વિકાસના કામ કરીશું. આ દ્વારા તેમણે નરેન્દ્ર મોદી સરકારને લોકસભા ચૂંટણીઓ 2019માં ફરી સત્તા પર લાવવાનો ગર્ભિત સંકેત આપ્યો હતો.

ભારતના રાજકારણની ઇમેજ બદલશે મોદી

ભારતના રાજકારણની ઇમેજ બદલશે મોદી


નરેન્દ્ર મોદીએ રાજનેતાઓને દેશમાં મહિલાઓ પર થતા બળાત્કારનું માનસિક વિશ્લેષણ કરવાનું બંધ કરવું જોઇએ. આ અંગે આપણે રાજકારણ રમવાને બદલે મૌન રહેવું જોઇએ એમ કહીને દેશના રાજકારણની ઇમેજ બદલવાની દિશામાં પ્રયાસ કરવાનું સૂચન કરી વિશ્વ સ્તરે ભારતીય રાજકારણીઓની છબી આદરપાત્ર બનાવવાની વાત અપરોક્ષ રીતે કરી હતી.

2019માં પણ રાજકીય સ્થિરતાનું સૂચન

2019માં પણ રાજકીય સ્થિરતાનું સૂચન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ એનડીએના સૂત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ' દહોરાવીને વિપક્ષ તેમજ યુપીએ ગઠબંધન સાથે જોડાયેલા પક્ષોને પોતાની સાથે જોડાવાનો ખુલ્લો માર્ગ બતાવી દીધો છે. આ સાથે જનતાને એક સ્થિર સરકારનું સ્વપ્ન બતાવી દીધું છે. આ માટે તેમણે જણાવ્યું હતું કે 'હું સંખ્યાબળ નહીં પણ સામુહિકતાના બળથી આગળ ચાલવા માંગુ છું.'

ગરીબોના ઘરનો ચૂલો સાંજે ચાલવો જોઇએ

ગરીબોના ઘરનો ચૂલો સાંજે ચાલવો જોઇએ


ગરીબોના ઘરનો ચૂલો ચાલવો જોઇએ એમ જણાવીને નરેન્દ્ર મોદીએ તેમના માટે રોજગાર સર્જનની વાત કરી છે. નરેન્દ્ર મોદીએ નાના મોટા અને તમામ વર્ગના લોકોને અને ખાસ કરીને યુવાનોને સન્માનજનક રોજગાર મળે તેની વાત કરી છે.

દેશ માટે જીવવાની તક મળી છે

દેશ માટે જીવવાની તક મળી છે


ધરતીનો છેડો ઘર. વર્તમાન એનડીએ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સૌને ઘર આપવાની વાત કરી જ છે. તેના ઉપર કામ પણ શરૂ કરવામાં આવનાર છે. જો કે આ સતત ચાલતી પ્રક્તિયાને 2019માં પણ મુદ્દો બનાવવામાં આવશે તેવા સંકેત આપતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'દેશની આઝાદીના 75મા વર્ષે આપણે કશુંક કરીએ એવો સંકલ્પ લેવો જોઇએ. મને દેશ માટે મરવાની તક તો નથી મળી, પરંતુ દેશ માટે જીવવાની તક મળી છે. 2020માં હિન્દુસ્તાનમાં કોઇ પરિવાર એવો ના હોય જેની પાસે રહેવા માટે ઘર ના હોય. આ ઘરમાં નળ હોય, શૌચાલય હોય, વીજળી હોય તમામ પ્રાથમિક સુવિધા હોય. આ માટે તમામ રાજ્ય સરકારો કેન્દ્ર સાથે મળીને કામ કરે. આવો કાર્યક્રમ દેશના સુખદેવ, ભગતસિંહ જેવા યુવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે.'

સ્વચ્છતાપ્રિય ગાંધીજીને શ્રદ્ધાંજલિ

સ્વચ્છતાપ્રિય ગાંધીજીને શ્રદ્ધાંજલિ


નરેન્દ્ર મોદીએ સ્વર્છ ભારતના સપનાને આલેખ્યું છે. આ માટે તેમણે મહાત્મા ગાંધીને જોડ્યા છે. પાંચ વર્ષ પછી મહાત્મા ગાંધીના જન્મને 150 વર્ષ થશે. અત્યારથી પ્લાનિંગ કરી ના શકાય. તેમને સ્વચ્છતા સૌથી પ્રિય હતી. શું આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર સ્વચ્છ ભારતની તસવીર ભેટ આપી શકીએ?

વિકાસ માટે સ્પર્ધાને પ્રોત્સાહન

વિકાસ માટે સ્પર્ધાને પ્રોત્સાહન


વિકાસના ગોલને પ્રાપ્ત કરવા માટે નરેન્દ્ર મોદીએ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. જો આ પાંચ વર્ષમાં દેશના તમામ રાજ્યો વિકાસની સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી માટે વિકાસ કરી બતાવ્યો એ મહત્વનો મુદ્દો હશે. આ માટે તેમણે જણાવ્યું કે 'ગુજરાતનું બીજુ મોડેલ એ છે કે દેશના કોઇ પણ ખુણામાં સારી બાબત હોય તો તેને અપનાવો. હવે દેશમાં પણ આ બાબત અમલી બનાવાશે. આજે ચર્ચા છે કે ગુજરાત કરતા તમિલનાડુનું મોડેલ સારું છે. મને આનંદ છે કે રાજ્યો વચ્ચે વિકાસ મોડેલની સ્પર્ધા થાય છે. હું ઇચ્છું છું કે અન્ય રાજ્યો કહે તે ગુજરાત કરતા અમે સારું કામ કરીએ છીએ.'

લઘુમતિઓ માટે કામ કરીશું

લઘુમતિઓ માટે કામ કરીશું


જો આપણા શરીરનો કોઇ એક હિસ્સો નબળો હોય તો આપણું શરીર સ્વસ્થ રહી શકતું નથી, તેવી જ રીતે સમાજનો એક હિસ્સો નબળો રહ્યો તો સમાજ સશક્ત નહીં બની શકે. અમે તૃષ્ટિકરણની નહીં પરંતુ બદલાવ લાવવા માગીએ છીએ. કહીને લઘુમતી વિકાસના મુદ્દાને આગળ કર્યો છે. લઘુમતીઓને ભારતની ચૂંટણીમાં મહત્વની વોટબેંક માનવામાં આવે છે.

કૃષિ ક્ષેત્રની અવગણના નહીં

કૃષિ ક્ષેત્રની અવગણના નહીં


દેશની કૃષિ યુનિવર્સિટીઓમાં થતા સંશોધનોને દેશના કૃષિ વિકાસ માટે અમલમાં મૂકવાની દિશામાં કામ કરવા માટે ગુજરાતના સોઇલ ટેસ્ટિંગ મોડેલનું ઉદાહરણ આપ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પણ વેકેશનમાં સોઇલ ટેસ્ટિંગ માટો જોડવા કહ્યું હતું.

English summary
Is PM Narendra Modi's Lok Sabha speech 2019 election campaign agenda?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X