સોનિયા ગાંધી કુટુંબને કેમ આવે છે વરૂણ ગાંધીની સફળતાની અદેખાઇ!!!
સોનિયા ગાંધી પરિવારને વરુણ ગાંધીની સફળતાની અદેખાઇ આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીએ જે ઉંમરમાં હજી સફળતાનો સ્વાદ નથી ચાખ્યો તેના કરતા નાની ઉંમરમાં વરૂણ ગાંધીએ જાહેર અને અંગત જીવનમાં સફળતા મેળવી લીધી છે.
આજે વરૂણ ગાંધીએ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. 34 વર્ષીય વરુણ ગાંધીએ ઉમેદવારીપત્ર ભર્યું તેની સાથે જ તેની પિતરાઇ બહેન પ્રિયંકા ગાંધીએ વરુણ અંગે જણાવ્યું કે તેણે વિશ્વાસઘાત કર્યો છે.
નાની વયે રાજકારણમાં સફળતા મેળવનારા વરૂણ અંગે પ્રિયંકાએ જણાવ્યું કે "આ ઘરની ચા પાર્ટી નથી, વિચારધારાની લડાઇ છે. તેઓ અમારાથી વિરુદ્ધ વિચારધારા સાથે ઉભા છે. તો સીધી બાબત છે કે અમે પ્રશ્ન ઉઠાવીશું."
આ પહેલા પણ અમેઠીમાં પ્રિયંકાએ રાહુલ સામે મોરચો ખોલીને સુલ્તાનપુરના લોકોને અપીલ કરી હતી કે વરૂણને યોગ્ય માર્ગ પર લાવવા તેમને હરાવવામાં આવે.
આ સામે વરૂણ ગાંધીના માતા મેનકાએ પ્રિયંકાને જવાબ આપ્યો હતો. આજે પ્રિયંકાના શબ્દો પર વરૂણે જવાબ આપ્યો કે મર્યાદિત રાજકારણ રમવું જોઇએ. અન્યોના સન્માનને પોતાનું સન્માન સમજવું જોઇએ. શાલીનતાની લક્ષમણ રેખા પાર કરવી જોઇએ નહીં. હું એટલું જ કહેવા માંગુ છું કે મારી શરાફત અને ઉદારતાને મારી નબળાઇ ગણવામાં ના આવે.
અહીં પ્રશ્ન એ થાય છે કે એક જ માતા ઇન્દિરા ગાંધીના સંતાનો રાજીવ ગાંધી અને સંજય ગાંધીના દીકરા રાહુલ અને વરુણના મુદ્દે શા માટે આટલો શોરબકોર કરવામાં આવી રહ્યો છે. આક્ષેપોની સીમા વ્યક્તિગત ચરિત્ર સુધી પહોંચી ગઇ છે. કારણ કે સોનિયા ગાંધી પરિવારને વરુણ ગાંધીની સફળતાની અદેખાઇ આવી રહી છે. આ અદેખાઇના કારણો આ મુજબ છે...

પાર્ટીમાં પોતાની ઓળખ
અહીં પોતાની તાકાતથી પોતાની ઓળખ ઉભી કરવાની વાત છે. રાહુલ ગાંધી 43 વર્ષના છે. વરૂણ ગાંધી 34 વર્ષના છે. આમ છતાં રાજકીય સ્તરે જોઇએ તો વરૂણ ગાંધીએ નાની વયે જે રાજકીય મુકાપ પર પહોંચીને બતાવ્યું છે તેટલી સફળતા રાહુલને મળી નથી. રાહુલ ગાંધી આજે પણ પોતાની ઓળખ, મતદારોમાં પોતાની એક હોંશિયાર નેતાની છાપ છોડી શક્યા નથી.

નાની વયે લગ્ન
વરૂણ ગાંધીએ અત્યારે લગ્નજીવન માણી રહ્યા છે. જ્યારે 43 વર્ષના થવા છતાં રાહુલ ગાંધી લગ્ન કરી શક્યા નથી. એટલે કે અંગત જીવનમાં પણ તેઓ વરુણ ગાંધીથી પાછા પડ્યા છે. અહીં એવું નથી કે રાહુલ ગાંધી લગ્ન બંધનમાં બિલકુલ બંધાવા માંગતા નથી.

તીખા ભાષણ
રાજકીય આટાપાટામાં જનતા પર પકડ જમાવવી અઘરી છે. રાહુલ ગાંધીને આજે પણ ભાષણ સમયે લોકોને જકડી રાખવામાં મુશ્કેલી નડે છે. જ્યારે વરૂણ ગાંધી તેમના તીખા તમતમતા ભાષણને કારણે જનતાને જકડી રાખે છે અને પોતાનો સંદેશ પ્રભાવી રીતે પહોંચાડી શકવામાં રાહુલથી આગળ છે.

રાહુલ ચોકલેટી નેતા
રાજકારણમાં રાહુલની ઇમેજ એક ચોકલેટી નેતાની છે. તેઓ રાજકારણમાં ચાલી ના શકે તેવા સીદા સાદા નેતાની ઇમેજ ધરાવે છે. આ કારણે દેશ પર શાસન કરવામાં અને પાર્ટીની કમાન સંભાળવામાં તેઓ કેટલા કુશળ સાબિત થશે તે અંગે લોકોને રાહુલ ગાંધી પર વિશ્વાસ મૂકવાનો અનુકૂળ આવતો નથી.

વરુણ એક્શન નેતા
વરૂણ ગાંધી રાજકારણમાં એક્શન હીરોની જેમ એક્શન લીડર છે. તેઓ એંગ્રી યંગ મેનની જેમ લોકજુવાળ ઉભો કરી શકવા માટે સક્ષમ છે. તેઓ એવા ભાષણ આપે છે કે તેમની સામે કાયદેસર પગલાં ભરવા પડે. તેમની છબી લોકોને એક સક્ષમ નેતાનો અહેસાસ કરાવે છે.












Click it and Unblock the Notifications
