વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના પૉઝિટીવ, મંદિર સીલ
ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. હવે વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ વૃંદાવનના ઈસ્કોન મંદિરને સીલ કરી દેવામાં આવ્યુ છે. લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. માહિતી મુજબ સોમવારે આરોગ્ય વિભાગની ટીમ અહીં પહોંચીને આવાસીય પરિસરમાં રહેતા 165 લોકોના સેમ્પલ લીધા હતા. લોકોમાં મોટાભાગના વિદેશી ભક્તો હતા.

મંદિર સીલ કરવામાં આવ્યુ
આમાંથી 14 લોકોનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો હતો. નગર નિગમ વૃંદાવન ક્ષેત્રના સ્વચ્છતા નિરીક્ષક સુભાષ સિંહે જણાવ્યુ કે બે દિવસ પહેલા કોરોના પૉઝિટીવ મળવાની સૂચના પર સંબંધિત આવાસીય પરિસરને સેનિટાઈઝ કરવામાં આવ્યુ હતુ. સાથે જ કોરોના સંક્રમિત વ્યક્તિ સાથે જોડાયેલા બ્લૉકને સીલ કરી દેવામાં આવ્યુ. વળી, પ્રયાગરાજમાં કોરોનાન 236 નવા પૉઝિટીવ દર્દી મળ્યા. સાથે જ કોરોનાના કારણે વધુ ત્રણ સંક્રમિતોના જીવ જતા રહ્યા. તપાસ બાદ રિપોર્ટ નેગેટીવ આવવા પર 101 દર્દીઓને હોસ્પટલમાંથી રજા આપી દેવામાં આવી. જિલ્લામાં રોજ મોટી સંખ્યામાં દર્દી સામે આવી રહ્યા છે. સાથે જ સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4270
સપ્તાહમાં 2 દિવસની લૉકડાઉન અને સરકાર દ્વારા કરુણાથી બચાવના જણાવવામાં આવેલ રીતો બાદ પણ મોટી સંખ્યામાં નવા કેસના સામે આવવા જિલ્લામાં મોટી સંખ્યામાં થઈ રહેલ કોરોનાની તપાસ પણ મોટુ કારણ છે. જિલ્લામાં સંક્રમિત મળેલા દર્દીઓમાં આર્મીના એક રિટાયર અધિકારી સહિત પીએસીના 4 જવાન પણ સંક્રમિત મળ્યા છે. શહેરના સૌથી પૉશ વિસ્તાર સિવિલ લાઈન્સના પોલિસ સ્ટેશનના અડધાથી વધુ પોલિસકર્મી પણ પૉઝિટીવ છે. સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશન સાથે સોરાંવ તેમજ મઉઆઈમા પોલિસ સ્ટેશનના પોલિસકર્મી પણ શામેલ છે. અન્ય ઘણા લોકો અને તેમની ચપેટમાં આવ્યા છે. જિલ્લામાં નવા સંક્રમિત દર્દીઓના આવ્યા બાદથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 4270 પહોંચી ગઈ છે. વળી, 1965 દર્દી રિકવર થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે.

1720 કેસ જિલ્લામાં સક્રિય
કોરોનાથી મરનારની સંખ્યા પણ 78 સુધી પહોંચી ગઈ છે ત્યારબાદ અત્યારે 1720 કેસ જિલ્લામાં સક્રિય છે. સોમવારે 112 લોકોને હોમ આઈસોલેશન કમ્પલીટ કર્યુ છે. સાથે સોમવારે જિલ્લામાં કુલ 1681 નવા કોરોના શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા. 1974 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોરોના સંક્રમિતોનો આંકડો 1 લાખ 26 હજાર 722 સુધી પહોંચી ગયો છે. 24 કલાકની અંદર રાજ્યમાં 4 હજાર 197 નવા દર્દી વધ્યા જ્યારે 51 સંક્રમિતોના જીવ ગયા છે. સૌથી વધુ 9 મોત કાનપુરમાં થયા છે.
બુલંદશહેરઃ અમેરિકામાં ભણતી છાત્રાનુ છેડતી દરમિયાન બાઈક પરથી પડી જતા મોત