Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...

દેશની સૌથી નાના અબજપતિ ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે સાત ફેરા લઈ લીધા. ઈશા અંબાણીના લગ્ન દેશની સૌથી મોટી ઈવેન્ટ હતી.

દેશની સૌથી નાના અબજપતિ ઈશા અંબાણીએ આનંદ પીરામલ સાથે સાત ફેરા લઈ લીધા. ઈશા અંબાણીના લગ્ન દેશની સૌથી મોટી ઈવેન્ટ હતી. જ્યાં તેમના સંગીતમાં શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન અને ઐશ્વર્યા રાયથી લઈને હિલેરી ક્લિંટન સુધી બધા નાચ્યા હતા. વળી તેમના લગ્નમાં પણ સમગ્ર બોલિવુડે હાજરી આપી.

મંડપ સુધી પહોંચાડી તેના ભાઈઓ અનંત અને આકાશે

મંડપ સુધી પહોંચાડી તેના ભાઈઓ અનંત અને આકાશે

ઈશા અંબાણીને મંડપ સુધી પહોંચાડી તેના ભાઈઓ અનંત અને આકાશે. વળી, તેની ભાવિ ભાભીઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ તેનો હાથ પકડી તેને મંડપ સુધી લઈ જતી જોવા મળી. આ લગ્ન્માં મહેમાનોનું લિસ્ટ બનાવવા બેસવા જઈએ તો વર્ષના દિવસો ઓછા પડી જશે. મુકેશ અંબાણીના ઘર એંટિલિયાને પણ ઈશા અંબાણીની જેમ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ હતુ.

બધા ફોટા શાનદાર

બધા ફોટા શાનદાર

વળી, આ લગ્નમાં બોલિવુડ સ્ટાર્સે એટલી રોનક લાવી દીધી કે અમુક ફોટા પર અમારી નજરો જ ટીકી ગઈ. બચ્ચન પરિવાર આ લગ્નમાં કોઈ શાહી પરિવારથી કમ નહોતો લાગતો. ઈશાની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા ચોપડા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરીના કપૂર તો આ લગ્નમાં આવી હતી એટલા માટે કે તે બધાના હોશ ઉડાવી દે. વળી, ઐશ્વર્યા રાયના આવવાથી લઈને જવા સુધીના બધા ફોટા શાનદાર હતા. જુઓ આ લગ્નના બોલિવુડિયા મહેમાનોના અમુક ખાસ ફોટા -

ઐશ્વર્યાના ઠહાકા

ઐશ્વર્યાના ઠહાકા

ઐશ્વર્યા જ્યારે આવી તો બધાની નજરો તેના પર અટકી ગઈ. વળી, આરાધ્યા પણ કેમેરાનો પૉઝ આપતી જોવા મળી. પરંતુ જતા જતા પણ ઐશ્વર્યાના ઠહાકા બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા.

દેસી ગર્લ

દેસી ગર્લ

પ્રિયંકા ચોપડાએ ફરીથી એક વાર પોતાનો દેસી ગર્લવાળો જાદૂ ચલાવ્યો. ઈશા અંબાણી પ્રિયંકાની બેસ્ટ ફ્રેન્ડ છે. બંનેએ સગાઈ પણ એકસાથે જ કરી છે અને હવે લગ્ન પણ એક સાથે જ કર્યા છે.

વાહ તાજ...વાહ ઉસ્તાદ

વાહ તાજ...વાહ ઉસ્તાદ

ઘણા સમય બાદ ઝાકિર હુસેનને જોઈને લોકોને ઘણી ખુશી થઈ. આમ તો તે ઘણી ઓછી પાર્ટીઓમાં જાય છે પરંતુ આમંત્રણ મુકેશ અંબાણીનું હોય તો કોણ ના પાડી શકે.

પોતાની ધૂનમાં મગન

પોતાની ધૂનમાં મગન

લગ્ન બાદથી રણવીર અને દીપિકા પોતાની ધૂનમાં જ મગન રહે છે. આ ફોટામાં દીપિકા પાદુકોણના એક્સપ્રેશન લાજવાબ છે.

મીરા-શાહિદ

મીરા-શાહિદ

હાલમાં જ શાહિદ કપૂરને કેન્સર હોવાની અફવાઓથી ફેન્સ ઘણા પરેશાન હતા પરંતુ શાહિદ એકદમ ફિટ, હસતા, ખિલખિલાતા, મીરા સાથે ઈશા અંબાણીના લગ્નમાં પૉઝ આપતા જોવા મળ્યા.

ખુશી-જ્હાનવી

ખુશી-જ્હાનવી

જ્હાનવી કપૂર અને ખુશી કપૂર પણ આ લગ્નમાં બધાની નજરો પોતાની પર ટકાવવા માટે મજબૂર કરતા જોવા મળ્યા. બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

ફાઈનલી આવ્યા સલમાન

ફાઈનલી આવ્યા સલમાન

જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા, જુઓ... તે આવી ગયા. સલમાન ખાન થોડા હેરાન પરંતુ પાર્ટી કરવા માટે તૈયાર જોવા મળ્યા.

ખુશી જ ખુશી

ખુશી જ ખુશી

દિશા પટનીએ ટાઈગર શ્રોફ સાથે આ લગ્ન સમારંભમાં હાજરી આપી અને આ પ્રસંગે તે ખૂબ જ ખુશ લાગી રહ્યા હતા.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાનના આવ્યા વિના કોઈ પણ પાર્ટી કેવી રીતે ખતમ થઈ શકે છે. મોડા મોડા પણ શાહરુખ ખાન પણ આ લગ્નનો હિસ્સો બન્યા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત પતિ રામ નેને સાથે આ લગ્નમાં જોવા મળી. તેનુ સ્મિત જોઈને તો ફેન્સને ફિદા થવાનું જ હતુ.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રૉય કપૂર મોડા મોડા પણ ઈશા અંબાણીના લગ્નમાં પહોંચી ગયા. કુલ મળીને કોઈ એવુ મોટુ નામ નહોતુ જેણે આ લગ્નમાં હાજરી ના આપી હોય. હવે જોવાનું એ છે કે ઈશાના રિસેપ્શનમાં શું ધમાલ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X