Video વાયરલઃ કન્યાદાન બાદ મા નીતાના ગળે મળીને રોઈ પડી ઈશા અંબાણી
ઈશાના લગ્નના ઘણા વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ એક વીડિયો એવો પણ છે જેને જોઈને તમે એકદમ ભાવુક થઈ જશો.
દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીરોમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકની એક દીકરી ઈશાના લગ્ન બુધવારે આનંદ પીરામલ સાથે એંટિલિયામાં સંપન્ન થયા. આનંદ પીરામલ એકમદ બોલિવુડ અંદાજમાં અંબાણીના ઘરે જાન લઈને પહોંચ્યા હતા. વળી, સમગ્ર બોલિવુડ આ ભવ્ય લગ્નનો હિસ્સો બનન્યુ હતુ. આ લગ્નના મહેમાનોનું લિસ્ટ જો જોવા જઈએ તો કદાચ એક વર્ષ પણ ઓછુ પડે. લગ્નમાં ઘરથી લઈને ઘરના લોકો અને જાનૈયા બધા જ ખૂબ સુંદર જોવા મળ્યા. પોતાની દીકરી ઈશાને દુલ્હનના જોડામાં જોઈને નીતા-મુકેશ ભાવુક પણ દેખાયા. વળી, ઈશા પતિ આનંદ સાથે ઘણી ખુશ જોવા મળી.
|
દીકરીને ઈમોશનલ જોઈને નીતા અંબાણીએ લગાવી ગળે
ઈશાના લગ્નના ઘણા વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પરંતુ એક વીડિયો એવો પણ છે જેને જોઈને તમે એકદમ ભાવુક થઈ જશો અને તે વીડિયો છે ઈશાના કન્યાદાનનો. જ્યાં મુકેશ અને નીતા અંબાણી પોતાની લાડલી દીકરી ઈશાનું કન્યાદાન કરી રહ્યા છે. દરેક મા-બાપની જેમ મુકેશ અને નીતાની આંખો આ દરમિયાન ભીની જોવા મળી.
|
નીતા-મુકેશ દીકરીને જોઈને થયા ભાવુક
વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે જે વખતે આનંદે ઈશાની માંગ ભરી તે વખતે નીતા અંબાણી ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા પરંતુ પોતાની આંખમાંથી પડતા આંસુઓને સંભાળી ન શક્યા. ઈશા પણ પોતાની માના ગળે મળીને ખૂબ રોઈ.
|
અમિતાભ બચ્ચને સમજાવ્યો કન્યાદાનનો અર્થ
આ વીડિયોમાં બધા વીવીઆઈપી ગેસ્ટ પણ પાછળ બેસીને લગ્નની રસમો જોતા દેખાઈ રહ્યા છે. વળી, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એક સ્પીચ આપતા દેખાઈ રહ્યા છે. જેમાં તે લોકોને કન્યાદાનનું મહત્વ સમજાવી રહ્યા છે. અંબાણી પરિવારનો આ વીડિયો ખૂબ જ ટચિંગ છે અને કદાચ એટલા માટે તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયર થઈ રહ્યો છે.
|
મુંબઈમાં ધૂમધામથી થયા ઈશાના લગ્ન
તમને જણાવી દઈએ કે ઈશાના લગ્નમાં રમત જગતથી લઈને બોલિવુડ, રાજકારણ, બિઝનેસ, બોલિવુડ લગભગ દરેક ક્ષેત્રમાંથી જોડાયેલી મોટી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી. બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અને તેમનો આખો પરિવાર, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, આમિર ખાન, કિરણ રાવ, રજનીકાંત, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર, શાહરુખ ખાન સહિત તમામ સ્ટાર્સ લગ્નમાં આવ્યા હતા. ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકર અને તેમના પરિવાર, હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા પણ લગ્નમાં હાજર હતા.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
