ઇશરત કેસ: ફિલહાલ IB ઓફિસર રાજેન્દ્ર કુમારની સામે આરોપપત્ર નહીં!

ranjit singh
નવી દિલ્હી, 1 જુલાઇ : કેન્દ્રીય તપાસ બ્યુરો 2004ના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં ચાર જુલાઇના રોજ આરોપપત્ર દાખલ કરશે. જેમાં ફિલહાલ આપરાધિક કાવતરાના આરોપનો સમાવેશ કરવામાં આવશે નહીં. સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાએ તપાસ એજેન્સી મુખ્યાલયમાં કહ્યું કે સીબીઆઇએ ગુજરાત હાઇકોર્ટને વિશ્વાસ આપ્યો છે કે ઇશરત જહાં કહેવાતા નકલી એન્કાન્ટર કેસ મામલામાં 4 જુલાઇના રોજ આરોપ પત્ર દાખલ કરી દેશે અને તેઓ પોતાના આશ્વાસન પર કાયમ છે.

સિન્હાએ સીબીઆઇ સંબંધિત મામલામાં ગુનાહિત કાવતારાના આરોપને સામેલ કરવાની વાતથી સ્પષ્ટ મનાઇ કરી દીધી. તેમણે જણાવ્યું કે તપાસ એજેન્સી ફિલહાલ નકલી એન્કાઉન્ટરના આરોપોનો જ સમાવેશ કરશે.

ઉલ્લેખનીય છે કે ચર્ચા હાલના દિવસોમાં જોરશોરથી ચાલી રહી હતી કે સીબીઆઇ આ એન્કાઉન્ટર કાંડની ગુનાહિત કાવતરૂ કરનારાઓની સામે પણ આરોપત્ર દાખલ કરશે. ત્યારબાદ ગુજરાતના ગુપ્ત બ્યુરોના તત્કાલીન વિશેષ નિર્દેશક અને વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી રાજેન્દ્ર કુમારની ઉપર તલવાર લટકતી દેખાઇ રહી છે. તેમની પર આરોપ છે કે તેમની જ ગુપ્ત જાણકારી પર ગુજરાતના અમદાવાદમાં એન્કાઉન્ટરને અંજામ આપવામાં આવ્યો હતો.

સિન્હાએ જણાવ્યું કે સીબીઆઇ આ એન્કાઉન્ટર કાંડમાં જે પ્રારંભિક આરોપપત્ર દાખલ કરી રહી છે જેમાં ગુનાહિત કાવતરાના આરોપીઓને સામેલ નહી કરીને માત્ર નકલી એન્કાઉન્ટર આરોપોનો જ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઇશરત જહાં એન્કાઉન્ટરના તપાસ અધિકારી સંદીપ તમડગેને જાનથી મારવાની મળી રહેલી ધમકીઓના પગલે સીબીઆઇ નિર્દેશકે જણાવ્યું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X