ઇશરતના કુટુંબને જાનથી મારી નાખવાની ધમકી મળી

વર્ષ 2004માં ગુજરાત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ અન્ય ત્રણ જણની સાથે જેને ઠાર મારી હતી તે 19વર્ષીય મુંબઈનિવાસી કોલેજિયન ઈશરત જહાંનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ઈશરતના પરિવારજનોએ દાવો કર્યો છે કે એમને અજાણી વ્યક્તિઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ઈશરતના પરિવારજનોએ એવો પણ દાવો કર્યો છે કે થોડાક દિવસો પહેલા ચારથી પાંચ જણ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી.
ઈશરતની બહેને વધુમાં એવો આરોપ કર્યો છે કે એનાં પરિવારજનોની છેલ્લા એક મહિનાથી સતામણી કરવામાં આવી રહી છે. પરિવારે રક્ષણ આપવા માટે કેન્દ્રીય ગૃહ સચિવને લેખિતમાં વિનંતી પણ કરી છે. ગૃહ મંત્રાલયે તેમને સંપૂર્ણ રક્ષણની ખાતરી આપી છે.












Click it and Unblock the Notifications
