જાણો: ભારતના કયા શહેર ISISના નિશાને?

આતંકી સંગઠન ISISની દહેશત વિશ્વ આખાયમાં ફેલાયેલી છે. હાલમાં ISISની નજર ભારત પર ટકેલી છે. આ આતંકી સંગઠને દુનિયાભરને જણાવી દીધુ છેકે એનો સૌથી મોટો ટાર્ગેટ ભારત છે. એટલું જ નહીં ISISએ ભારતને ખુલ્લેઆમ ધમકી પણ આપી છેકે બચી શકો છો, તો બચી લો. આ તમામ વાતોની વચ્ચે જો તમે વિચારી રહ્યાં છોકે હુમલાની સૌથી વધુ શક્યતા દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં છે, તો તમે ભૂલી રહ્યાં છો. જી હા, તમારો એ વિચાર અમે બદલવા જઇ રહ્યાં છીએ. દિલ્હીથી કઇંક વધારે ખતરો બેંગ્લોર, ચેન્નાઇ અને હૈદરાબાદને છે.

સુરક્ષા એજન્સીઓ અને ખાનગી એજન્સીઓ દ્વારા મળેલી જાણકારી મુજબ ISIS હુમલો કરવાનું એક મોટું આયોજન કરી રહ્યું છે. આ પ્લાનિંગ અનુસાર હાલમાં અફઘાનિસ્તાનમાં પોતાનો ગઢ બનાવ્યા બાદ ભારત પર હુમલો કરવાની વેતરણમાં ISIS છે. વિવિધ એજન્સીઓ દ્વારા જે માહિતી સામે આવી રહી છે, તે આ મુજબ છે.

ખુલાસો-1

ખુલાસો-1

ISIS ભારતમાં જમ્મુ કાશ્મીર અથવા દક્ષિણ ભારતના માધ્યમથી ઘુસી શકે છે.

ખુલાસો-2

ખુલાસો-2

જમ્મુ કાશ્મીરમાં ISISની રાહ આસાન ઇન્ડીયન મુઝાહુદ્દીન જેવા સંગઠન કરશે.

ખુલાસો-3

ખુલાસો-3

જો કે એક સત્ય એ પણ છેકે દક્ષિણ ભારતમાં ISISના હિતેચ્છુ વધુ જોવા મળ્યાં છે.

ખુલાસો-4

ખુલાસો-4

હાલમાં ISISને દક્ષિણ ભારતમાંથી એવા લોકો જોઇએ છે જે ભારતમાં હુમલો કરી શકે.

ખુલાસો-5

ખુલાસો-5

ISIS ભારતમાં નિમણુંક કરી રહ્યું છે, અને સૌથી ચોંકાવનારી વાત એ છેકે તગડી સેલરી પણ આપી રહ્યું છે.

ખુલાસો-6

ખુલાસો-6

ભારતમાંથી ભર્તી થયેલા હુમલાખોરોનો ISIS સિરીયા અને ઇરાકમાં ઉપયોગ કરી રહ્યું છે.

ખુલાસો-7

ખુલાસો-7

ખુફિયા વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતના લોકો જલ્દી આકર્ષિત થઇ જાય છે. મહત્વપૂર્ણ છેકે ISISમાં શામેલ થનાર પ્રથમ ભારતીય હાજા, તામિલનાડુનો જ હતો. પહેલુ ગૃપ કે જેણે ISISને સપોર્ટ કર્યો તે ટી-શર્ટ ગૃપ પણ તામિલનાડુનું જ હતું. ત્યારબાદ તેલંગાણાનો સલમાન મોહિઉદ્દીન અને અફશા ઝબીન બંને કેરળના હતા.

ખુલાસો-8

ખુલાસો-8

આમ સ્પષ્ટ થઇ રહ્યું છેકે ISISના નામ પર પહેલો હુમલો દક્ષિણ ભારતમાં જ થશે. અને આ હુમલો કરવા માટે આતંકવાદીઓ સિરીયાથી નહીં આવે, પરંતુ હાલમાં સંગઠનમાં જોડાઇ ચૂકેલા લોકો જ આ હુમલો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X