Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Israel Hamas War Video: ઇઝરાયેલ-હમાસ યુદ્ધના ભયાનક વીડિયો, આતંકવાદીની લોકોએ ગોળીથી મરવા કરતા સળગી મરવાનું પસંદ

Israel Hamas War Video: ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાને ચાર દિવસ વીતી ગયા છે અને હવે આતંકવાદીઓની બર્બરતાના અહેવાલો સામે આવી રહ્યા છે. હમાસના આતંકવાદીઓએ માત્ર ઈઝરાયેલના લોકોને જ માર્યા નથી, પરંતુ તેમની સાથે બર્બરતા પણ કરી છે.

ઇઝરાયલી સૈનિકો જે મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરી રહ્યા છે તેમાંના ઘણાના માથા કાપી નાખવામાં આવ્યા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલના સૈનિકોએ કહ્યું કે, 40 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.

Israel Hamas War Video

કિબુત્ઝમાં 100 થી વધુ મૃતદેહો મળ્યા - ગાઝા પટ્ટી બોર્ડરથી માત્ર બે કિલોમીટર દૂર ઈઝરાયેલનું કિબુત્ઝ કર અજા છે, જ્યાં 400 લોકો રહે છે. તે એક ખેડૂત સમુદાય છે, જેઓ એક સાથે રહે છે. અત્યાર સુધીમાં અહીંથી 100થી વધુ મૃતદેહો મળી આવ્યા છે.

ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવા માટે તેમના ઘરોમાં આગ લગાવી દીધી હતી. ઇઝરાયલી દળોને કેટલાય ઘરોમાં સળગેલા મૃતદેહો મળ્યા છે.

ઘણા લોકો બળીને પીડાતા મૃત્યુ પામ્યા - ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં દરેક ઘરમાં સુરક્ષા માટે બંકર હોય છે. હુમલા દરમિયાન ઈઝરાયેલી લોકો બંકરોમાં છુપાઈ જાય છે. આવી સ્થિતિમાં, બંકરોમાં છુપાયેલા લોકોને બહાર લાવવા માટે આતંકવાદીઓએ બર્બરતાની હદ વટાવી દીધી અને ઘરોમાં આગ લગાવી દીધી હતી.

આગના ડરથી જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા તો આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. કેટલાક લોકોએ આતંકવાદીઓ દ્વારા ગોળી મારવા કરતાં આગમાં સળગીને મરી જવાને વધુ સારો વિકલ્પ માન્યો હતો.

ઈઝરાયેલ મીડિયાને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, 40 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી ઘણાના માથા તેમના શરીરથી અલગ થઈ ગયા છે. ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓ અને સૈનિકોનું કહેવું છે કે, તેઓએ આનાથી વધુ ખરાબ કંઈ જોયું નથી.

મૃત્યુઆંક બે હજારની નજીક પહોંચ્યો - નોંધનીય બાબત છે કે, શનિવારની સવારે હમાસના લગભગ 1500 આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા હતા. આ પછી આતંકીઓએ ઈઝરાયેલમાં કેટલાય કલાકો સુધી નરસંહાર કર્યો હતો.

અત્યાર સુધી ઈઝરાયેલમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે. 500 લોકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આતંકવાદીઓએ 150 ઈઝરાયેલને બંધક બનાવ્યા હતા. ઈઝરાયેલની કાર્યવાહીમાં ગાઝામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોના મોત થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X