ચંદ્ર બાદ હવે સૂર્ય પર ISROની નજર, આ દિવસે લોન્ચ કરશે Aditya L1 મિશન
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના સૂર્ય મિશન આદિત્ય એલ1ના પ્રક્ષેપણનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. ISRO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, Aditya L1 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પહોંચી ગયું છે. ISROએ જણાવ્યું છે કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આદિત્ય એલ1 લોન્ચ કરવામાં આવી શકે છે.
અત્રે નોંધનીય છે કે, Aditya L1 નું નિર્માણ ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટરમાં કરવામાં આવ્યું છે, જ્યાંથી Aditya L1 હવે સેટેલાઇટ લોન્ચિંગ માટે શ્રીહરિકોટા પહોંચ્યું છે.

સેટેલાઇટ સૂર્ય પર સતત નજર રાખશે - ઉલ્લેખનીય છે કે, સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ ઈસરોનું આ પહેલું મિશન છે. Aditya L1ને સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેંગ્રેસ બિંદુની નજીક પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. સૂર્ય પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત છે.
ઈસરોએ જણાવ્યું હતું કે, ઉપગ્રહને L1 પોઈન્ટની નજીક પ્રભામંડળની કક્ષામાં સ્થાપિત કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, અહીંથી સૂર્ય પર સતત નજર રાખી શકાય છે અને સૂર્યગ્રહણ તેની અસર કરતું નથી. સૂર્યની ગતિવિધિઓ અને અવકાશના હવામાન પર તેની અસરનું વિશ્લેષણ કરવામાં આનાથી ઘણો ફાયદો થશે.
ઈસરો સૂર્યની આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરશે - Aditya L1 ની સાથે સાત પેલોડ પણ અવકાશમાં મોકલવામાં આવશે. આ પેલોડ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક અને પાર્ટિકલ અને મેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટરની મદદથી સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તરનો અભ્યાસ કરશે. આમાંથી ચાર પેલોડ્સ સૂર્યનું સતત નિરીક્ષણ કરશે અને બાકીના ત્રણ પેલોડ્સ શરતો અનુસાર, કણ અને ચુંબકીય ક્ષેત્રોનો અભ્યાસ કરશે.
ISROએ જણાવ્યું હતું કે, Aditya L1 ના પેલોડ્સ સૂર્યના કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓ અને અવકાશના હવામાન પર સૂર્ય પરની પ્રવૃત્તિઓની અસર વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
Aditya L1 મિશનના ઉદ્દેશ્યો વિશે વાત કરતાં, તે સૂર્યમંડળના ઉપરના વાતાવરણમાં ગતિશીલતાનો અભ્યાસ કરશે. આ સાથે ક્રોમોસ્ફેરિક અને કોરોનલ હિટિંગ, આયનાઇઝ્ડ પ્લાઝ્માની ભૌતિકતા વગેરેનો અભ્યાસ કરવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
