For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ISRO ટ્રેન પર નજર રાખશે, ક્રૂડ ઓઈલની ચોરી પર લગામ લગાવવા સરકારનો માસ્ટર પ્લાન

હવે ISRO ટ્રેન પર નજર રાખશે, ક્રૂડ ઓઈલની ચોરી પર લગામ લગાવવા સરકારનો માસ્ટર પ્લાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ માલગાડિઓમાંથી ઓઈલ અને ક્રૂડની થતી ચોરી પર લગામ લગાવવા માટે સરકારે એક જોરદાર પ્લાન બનાવ્યો છે. હવે સેટેલાઈટથી રેલ ગાડીઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે. ટ્રેન પર ઈસરો પણ નજર રાખશે, જેનાથી હવે માલગાડિઓમાંથી ચોરી કરનાર અને કોઈપણ કારણવિના ટ્રેનોને આઉટર સિગ્નલો પર રોકનારાઓની ખેર નહિ.

રિયલ ટાઈમ મોનિટરિંગ શરૂ

રિયલ ટાઈમ મોનિટરિંગ શરૂ

જણાવી દઈએ કે ઈસરોના સેટેલાઈટ દ્વારા કન્ટ્રોલ ઑફિસ એપ્લીકેશન સિસ્ટમમાં ટ્રેનના પરિચાલનનું રિયલ ટાઈમ મૉનિટરિંગ શરૂ થઈ ગયું છે, જેને પગલે 700થી વધુ ટ્રેનોના એન્જીનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે.

ઓઈલ અને કોલસાની ચોરી પર લગામ લાગશે

ઓઈલ અને કોલસાની ચોરી પર લગામ લાગશે

આ વિશે વાત કરતા આઈપીએસ અધિકારી અને આરપીએફના મહાનિદેશક અરુણ કુમારે મીડિયાને જણાવ્યું કે નવી ટેક્નિકથી માલગાડિઓમાંથી થતી ક્રૂડ અને કોલસાની ચોરી પર લગામ લાગશે તેવી ઉમ્મીદ છે, કેમ કે રિયલ ટાઈમ મૉનિટરિંગ થવાથી અનધિકૃત સ્ટેશને પર અથવા સ્ટેશનની વચ્ચે માલગાડી નહિ રોકી શકાય.

હવે ચોરી કરી તો ખેર નહિ

હવે ચોરી કરી તો ખેર નહિ

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન રેલવેને સૌથી વધુ આવક માલગાડિઓથી થાય છે પરંતુ ઓઈલ અને કોલસાની ચોરીની ફરિયાદ હંમેશા મળતી રહે છે, જેમાં રેલવેના રનિંગ સ્ટાફ, રેલવે સુરક્ષા બળ (આરપીએફ), રેલવે સ્ટેશનોના લોકલ કર્મચારીઓની મિલી ભગત હોય છે, હાલ જીપીએસ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે હવે ચોરી કરવી આસાન નહિ હોય.

તેજસ માટે મોટું એલાન

તેજસ માટે મોટું એલાન

દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસમાં સફર કરનાર અને સફરમાં મોડું થાય છે તો તમે વળતરના હકદાર થશો. તેજસના સફરમાં એક કલાકથી વધુ મોડું થાય તો તમને વળતર મળશે. આઈઆરસીટીસી ઑક્ટોબ મહિનેથી આ ટ્રેનનું સંચાલન શરૂ કરનાર છે. પહેલી ટ્રેન દિલ્હીથી લખનઉ વચ્ચે ચાલશે. જો કે આ ટ્રેનનું ભાડું આ રૂટ પર ચાલતી શતાબ્દિ જેટલું જ હશે પરંતુ આમાં અન્ય કેટલીય સુવિધાઓ મળશે.

કચ્છની નજીક દેખાયા પાક કમાન્ડો, નેવીએ કર્યા બંદરોને એલર્ટકચ્છની નજીક દેખાયા પાક કમાન્ડો, નેવીએ કર્યા બંદરોને એલર્ટ

English summary
The Control Office Application (COA) system designed by Indian Space Research Organisation (ISRO) has begun real-time monitoring of over 700 trains, fitted with GPS (Global Positioning System).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X