ISRO News : ઓગસ્ટ મહિનો ઈસરો માટે રહેશે ખાસ, જાણો ચંદ્રયાન 3 સહિતના મિશન
ISRO News : સિંગાપોરના સાત ગ્રહને અંતરિક્ષમાં મોકલ્યા બાદ ISRO આગામી થોડા મહિનામાં ઘણા મહત્વના મિશનને અંજામ આપવા જઇ રહ્યું છે. જેમાં ગગનયાન પરીક્ષણ, ચંદ્રયાન 3 લેન્ડિંગ, એસએસએલવી અને જીએસએલવીનો સમાવેશ થાય છે.
ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, આગામી મિશન ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં પીએસએલવી દ્વારા પણ મોકલી શકાય છે. અત્યારે ગગનયાનના પરીક્ષણ વાહનના વિવિધ ભાગોને એકીકૃત કરવામાં આવી રહ્યા છે.આ મિશન ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. આ પરીક્ષણ ત્રણ સભ્યોને ત્રણ દિવસ માટે અવકાશમાં 400 કિલોમીટરની ઉંચાઈ પર મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાના મુખ્ય મિશન વિશે છે.

ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, થોડા મહિનામાં ત્રીજા ડેવલપમેન્ટ મિશન માટે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કરવામાં આવી શકે છે. INSAT-3DS ઉપગ્રહને જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરી શકાય છે.
ISRO ના વૈજ્ઞાનિકો 14 જુલાઈના રોજ મોકલવામાં આવેલા ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા વધારવામાં ખૂબ જ વ્યસ્ત છે અને પૃથ્વીની ભ્રમણકક્ષા છોડ્યા બાદ આ વાહન ચંદ્ર તરફના માર્ગ તરફ આગળ વધી રહ્યું છે. 1 ઓગસ્ટના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. આવા સમયે 23 ઓગસ્ટના રોજ સાંજે 05:47 કલાકે, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થઈ શકે છે












Click it and Unblock the Notifications
