દિગ્ગજ અંતરીક્ષ વૈજ્ઞાનિક પ્રોફેસર યૂઆર રાવનું નિધન

Posted By:
Subscribe to Oneindia News

ભારતના જાણીતા વૈજ્ઞાનિક યુઆર રાવનું સોમવાર સવારે નિધન થઇ ગયું છે. આંતરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા ઇસરોના વૈજ્ઞાનિક રાવના નિધન પછી ઇસરોને મોટી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે મોટે ભાગે તમામ મોટા અભિયાનમાં યૂઆર રાવ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભાગ ભજવતા હતા. હદયની લાંબી બિમારીના કારણે રાવે ગત રાતે 2:30 વાગે છેલ્લા શ્વાસ લીધા હતા. પ્રોફેસર રાવ ઇસરોના પૂર્વ પ્રમુખ હતા. સાથે જ તે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ગવર્નિંગ કાઉન્સીલના ચેરમેન પણ હતા. ઇસરો સિવાય તે તિરુવનંતપુરમમાં ઇન્ડિયન ઇસ્ટીટ્યૂટ ઓફ સાયન્સના પણ ચાંસલર હતા. તેમના જીવનકાળમાં તેમણે અનેક મહત્વના પદો પર કામ કર્યું છે.જેમાં વિદેશોના વિશ્વવિદ્યાલય પણ સામેલ છે.

rao

વધુમાં તેમને 10 આંતરાષ્ટ્રીય એવોર્ડ અને અનેક રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. સતીશ ધવન પછી પ્રોફેસર રાવને 1984 થી 1994 સુધી 10 વર્ષ સુધી ચીફ તરીકે પોતાની સેવાઓ આપી હતી. પ્રોફેસર રાવનો જન્મ ઉડ્ડપી પાસે અદમપુર ગામમાં થયો હતો. ભારતના સ્પેસ અભિયાનથી તે હંમેશા જોડાયેલા રહ્યા હતા. તેમણે એમજીકે મેનન, સતીશ ઘવ અને વિક્રમ સારાભાઇ જેવા અનેક મોટા વૈજ્ઞાનિકો સાથે કામ કર્યું હતું. આર્યભટ્ટથી લઇને મંગળ અભિયાન સુધી તેવા અનેક પ્રોજેક્ટ પર તેમણે કામ કર્યું છે. તેમના સહકર્મીઓનું માનીએ તો તેમને પોતાના ક્ષેત્રોની સારી એવી જાણકારી હતી અને તે હંમેશા નવી ટેકનોલોજીથી અપડેટેડ રહેતા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રોફેસર રાવને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી રાવે કહ્યું હતું કે મને લાગતું હતું કે મને આ સન્માન મર્યા પછી મળશે.

English summary
Isro scientisr Professor UR Rao passed away. He was hospitalised earlier this year with a heart ailment.
Please Wait while comments are loading...